માત્ર ૧૯ રન બનાવ્યા છતાં હેન્ડ્સકોમ્બે ટીમ ઇન્ડિયાને ‘વિરાટ’ દર્દ આપ્યું

રાંચીઃ ગઈ કાલે ટેસ્ટના પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગયો ને તેણે મેદાન છોડી જવું પડ્યું. ગઈ કાલે લંચ બાદના સેશન દરમિયાન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન પીટર હેન્ડ્સકોમ્બના શોટના રોકવાની કોશિશમાં વિરાટે ડાઇવ લગાવી હતી અને આ કોશિશમાં તેનો ખભો ઈજાગ્રસ્ત થઈ ગયો. આ ટેસ્ટમાં સ્ટીવ સ્મિથે ભલે સદી ફટકારી હોય, પરંતુ ટીમ ઇન્ડિયાને એનાથી વધુ દર્દ હેન્ડ્સકોમ્બે આપ્યું. હવે તમે વિચારી રહ્યા હશો કે ૧૯ રન બનાવનારા હેન્ડ્સકોમ્બે એવું તે શું કરી નાખ્યું કે ટીમ ઇન્ડિયાને બહુ મોટું નુકસાન થયું. વાત એમ છે કે ફક્ત ૧૯ રન બનાવનારા હેન્ડ્સકોમ્બના શોટ પર જ કોહલીને ઈજા થઈ ને ટીમ ઇન્ડિયાને ‘વિરાટ’ દર્દ સહન કરવાનો વારો આવ્યો.
http://sambhaavnews.com/

You might also like