કિંદોબી શ્રીકાંતે ઓસ્ટ્રેલિયન ઓપન સીરિઝ કરી કબ્જે

ભારતીય બેડમિન્ટન ખેલાડી કિદાબી શ્રીકાંતે ઓલિમ્પિક ચેમ્પિયન ચેન લોન્ગને હરાવી ઓસ્ટ્રેલિયન સુપર સિરીઝ પર કબ્જો કરી લીધો છે. આજે રવિવારે રમાયેલ ફાઈનલમાં કિદાંબે ચેન લોન્ગને 22-20, 21-16થી હરાવી પોતાની ચોથી સુપર સીરિઝ કબ્જે કરી.

ઈન્ડોનેશિયા ઓપન બાદ કિદાંબની આ સતત બીજી સુપર સીરિઝ જીત છે. આ પહેલા આજ વર્ષની એપ્રિલમાં રમાયેલ સિંગાપુર ઓપન ફાઈનલમાં તેણે હમવતન સાંઈપ્રણિત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

વાત કરીએ આજની ફાઈનલની તો, મેચની પહેલી ગેમમાં બંને તરફથી શાનદાર મુકાબલો શરૂ થયો હતો. શરૂઆતમાં બંને ખેલાડીઓએ આક્રમક રમત બતાવી હતી. એક એક પોઈન્ટ પર બંને ખેલાડીઓ વચ્ચે રસાકસીભરી રમત ચાલી હતી.

ત્યારબાદ શ્રીકાંત લોન્ગ સામે 10-6થી આગળ ચાલી રહ્યો હતો. ત્યારબાદ લોન્ગે સળંગ ત્રણ પોઈન્ટ મેળવી સ્કોરને 10-9 સુધી પહોંચાડી દીધો હતો. ઈંટરવલ સમયે શ્રીકાંત 11-9થી આગળ હતો. લોન્ગે ત્યારબાદ વાપસી કરી 14-12નો સ્કોર પહોંચાડ્યો હતો, પરંતુ શ્રીકાંતે મેચ પર પોતાની પકડ ઢીલી કરી ન હતી અને શાનદાર ક્રોસ કોર્ટ શોર્ટ માર્યા હતા. શ્રીકાંતે શાનદાર રમત રમી 20-19થી આગળ ચાલી રહ્યો હતો. ત્યારબાદ લોન્ગે પણ શાનદાર ટક્કર આપી પરંતુ શ્રીંકાંતે અંતમાં બે પોઈન્ટ મેળવી પહેલી ગેમ 22-20થી પોતાને નામ કરી દીધી.

You might also like