સરહદથી કોમનવેલ્થ સુધી! જવાનોએ 6 મેડલ જીતીને વધારી દેશની આન-બાન-શાન

2018 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને બહુ બધા મેડલ્સ અને ઘણુ સન્માન મળ્યુ છે. ભારતના ઈતિહાસમાં આવુ પહેલી વખત બન્યુ છે, કે બન્ને મેન્સ અને વુમ્નસ ટેબલ ટેનિસ ટીમે દેશ માટે ગોલ્ડ જીત્યો છે અને કદી ન ભૂલી શકાય તેવી છાપ છોડી છે.

આ વખતની કોમનવેલ્થ ગેમ્સ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહી છે. ભારતીય ખિલાડીઓએ આ વખતે દેશની શાનમાં ચાર-ચાંદ લગાવી દીધા છે. ખિલાડીઓએ તેમને લાગતી રમતોમાં નવા રેકોર્ડસ બનાવ્યા છે. પણ આ વિજય પાછળની સિદ્ધીથી તમે અજાણ છો. CWG 2018માં ભારત માટે મેડલ્સ મેળવનારામાંથી 6 ખિલાડીઓ દેશના સૈનિકો છે. તે હકીકતમાં દેશ ભારતીય સેનાના અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે.

1.સુબેદાર જીતુ રાય
તેમને દેશ માટે 10-મીટર એર પીસ્ટલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 29 વર્ષીય જીતુ રાય ભારતીય સેનાની 5/11 ગોરખા રાઈફલ્સમાં નાયબ સુબેદાર છે. તે પહેલા પણ જીતુ રાયે 2014માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતેલુ છે.

 

2. હવલદાર ઓપી મિથરવા
મિથરવાએ CWG 2018 ગોલ્ડ કોસ્ટમાં 10-મીટર એર પીસ્ટલમાં કાંસ્ય પદક જીત્યુ છે. તેજ ઈવેન્ટ જેમા જીતુ રાયે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

3. સુબેદાર દીપક લાથર
નાયબ સુબેદાર દીપક લાથર ભારતીય સેનાની પ્રખ્યાત બોમ્બે સેપર્સમાં સર્વીસ કરે છે. તેમને વેટલિફટીંગમાં કાંસ્ય પદક જીત્યુ છે. આ મેડલ સાથે તે કોમનવેલ્થ ગેમ્સના મેલ વેટલિફ્ટરમાં સૌથી ઓછી વયે મેડલ જીતનાર ખિલાડી બની ગયા છે. તે ફક્ત 18 જ વર્ષના છે. તેમને મેન્સ 69 કિલો વેટલિફ્ટીંગમાં બ્રોન્સ મેડલ મળ્યુ છે.

 

4. એરવોરીયર JWO વિકાસ ઠાકુર
ઠાકુરને 21મી ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થમાં મેન્સ 94 કિલો વેટલિફ્ટીંગમાં બ્રોન્સ મેડલ જીત્યુ છે. JWO વિકાસ ઠાકુર ભારતીય વાયુસેનામાં નોકરી ભજવે છે. આ ઉપરાંત ઠાકુરે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2014માં ભારત માટે વેટલિફ્ટીંગમાં સિલ્વર મેડલ જીતેલો છે.

 

5. એરવોરીયર JWO રવી કુમાર
ભારતીય વાયુસેનાના રવી કુમારે શૂટીંગમાં દેશનુ નામ વધાર્યુ છે. તેમને મેન્સ 10-મીટર એર રાઈફલ શૂટીંગમાં બ્રોન્સ મેડલ પોતાના નામે કરી લીધુ છે. રવી કુમારે ટોટલ 224.1 શોટ મારી બેલ્મોન્ટ શૂટીંગ સેન્ટરમાં બ્રોન્સ મેડલ કબ્જે કર્યુ. તેમને ભારત અને વાયુ સેનાને ગર્વ કરાવી દીધો છે. તે પહેલા રવીએ ISSF વર્લ્ડ કપ-2017માં બ્રોન્સ મેડલ જીત્યુ છે.

6. એરવોરીયર Sgt ગુરૂરાજા
તેમને કોમનવેલ્થના પહેલા જ દિવસે ભારતનુ નામ રોશન કરી દીધુ હતુ. ભારતીય વાયુ સેનાના ગુરૂરાજાએ મેન્સ 56 કિલો વેટલિફ્ટીંગમાં સિલ્વર મેડલ જીતીને દેશને ગર્વીત કરી દીધા છે. તે પહેલા પણ તેમને 2017માં ભારત માટે બ્રોન્સ મેડલ જીતેલુ છે. તે 2015માં સેનામાં જોડાયા હતા.

You might also like