આ યુવાન કેપ્ટન હજુ સુધી એક પણ ટેસ્ટ હાર્યો નથી

સિડનીઃ સ્ટીવ સ્મિથ એક શાનદાર બેટ્સમેન હોવા ઉપરાંત એક શાનદાર કેપ્ટન પણ છે. સ્મિથની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમે એક નવો મુકામ હાંસલ કર્યો છે. ઓસ્ટ્રેલિયાને આ ઊંચાઈ પર લઈ જવામાં સ્મિથનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સ્મિથ કેવો શાનદાર કેપ્ટન છે એ આંકડા ખુદ સાબિત કરે છે.

સ્ટીવ સ્મિથને જ્યારથી ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી છે ત્યારથી તેેેની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાએ એક પણ ટેસ્ટ ગુમાવી નથી. તેણે અત્યાર સુધી ૧૦ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ સંભાળ્યું છે. આ મેચોમાં ઓસ્ટ્રેલિયાએ છ ટેસ્ટમાં જીત હાંસલ કરી છે, જ્યારે ચાર ટેસ્ટ ડ્રોમાં પરિણમી છે. આ જ સ્થિતિ સ્મિથને શાનદાર કેપ્ટન સાબિત કરે છે.

You might also like