સરપ્રાઇઝ! વર્લ્ડકપમાં ફિન્ચની કેપ્ટનશિપમાં રમશે વોર્નર-સ્મિથ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આઇસીસી વર્લ્ડકપ માટે પોતાના ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. એરોન ફિંચને ટીમનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે, જ્યારે બોલ ટેમ્પરિંગ સ્કેન્ડલને કારણે એક વર્ષનો પ્રતિબંધ ભોગવ્યા બાદ ટીમના સિનિયર ખેલાડીઓ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની વાપસી થઈ છે. તેઓ ફિંચની કેપ્ટનશિપમાં રમશે.

એટલું જ નહીં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વોર્નર અને સ્મિથની જોડીને ૨૦૧૯-૨૦૨૦ માટે સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ આપવાની પણ જાહેરાત કરી છે. આ બંને ખેલાડી માર્ચ-૨૦૧૮ બાદ આ વર્ષે ૧ જૂને અફઘાનિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે. વર્લ્ડકપની આ મેચ બ્રિસ્ટલમાં રમાશે.

આ ઉપરાંત સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને પણ ટીમમાં સ્થાન મળ્યું છે, જે ઈજાને કારણે ઘણા સમયથી ટીમની બહાર હતો. જોકે તાજેતરના દિવસોમાં શાનદાર પ્રદર્શન કરનારા યુવા બેટ્સમેન પીટર હેન્ડ્સકોમ્બને અને ફાસ્ટ બોલર જોસ હેઝલવૂડને ટીમમાં સ્થાન મળ્યું નથી. ઓસ્ટ્રેલિયન પસંદગીકારોના આ આશ્ચર્યજનક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. કાંગારું ટીમ આ વખતે ઈંગ્લેન્ડની ધરતી પર પોતાનો ખિતાબ બચાવવા માટે મેદાનમાં ઊતરશે. ઓસ્ટ્રેલિય ટીમે ૨૦૧૫ના વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પોતાના ઘરઆંગણે ખિતાબ જીત્યો હતો.

ટીમઃ એરોન ફિંચ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, જેસન બેહરેનડોફ, એલેક્સ કેરી (વિકેટકીપર), નાથન કૂલ્ટર નાઇલ, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન િલયોન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝાએ રિચર્ડસન, એડમ ઝમ્પા.

ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડકપ કાર્યક્રમઃ
તા. ૨૫ મે (વોર્મઅપ) ઈંગ્લેન્ડ સામે.
તા. ૨૭ મે (વોર્મઅપ) શ્રીલંકા સામે.
તા. ૧ જૂન અફઘાનિસ્તાન સામે.
તા. ૬ જૂન વિન્ડીઝ સામે.
તા. ૯ જૂન ભારત સામે.
તા. ૧૨ જૂન પાકિસ્તાન સામે.
તા. ૧૫ જૂન શ્રીલંકા સામે.
તા. ૨૦ જૂન બાંગ્લાદેશ સામે.
તા. ૨૫ જૂન ઈંગ્લેન્ડ સામે.
તા. ૨૯ જૂન ન્યૂઝીલેન્ડ સામે.
તા. ૬ જુલાઈ દક્ષિણ આફ્રિકા સામે.

You might also like