વિન્ડીઝ સામે ટોસ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાની મજબૂત શરૂઆત

મેલબોર્નઃ પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થયેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન હોલ્ડરે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેનો આ નિર્ણય તેને જ ભારે પડી ગયો હતો અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ શાનદાર શરૂઆત કરી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટે 308 રન બનાવ્યાં. બર્ન્સ ૭૨ રને અને ખ્વાજા ૭૬ રને બેટિંગ કરી રહ્યા છે. ટોસ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયા તરફથી બેટિંગ દાવની શરૂઆત બર્ન્સ અને વોર્નરે કરી હતી. આજે વોર્નર આક્રમક મૂડમાં જણાતો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર જ્યારે ૨૯ રન હતો ત્યારે વોર્નર ફક્ત ૧૨ બોલમાં પાંચ ચોગ્ગા સાથે ૨૩ રન બનાવી ટેલરની બોલિંગમાં આઉટ થયો હતો.

You might also like