અદાણીના મેગા ખાણ પ્રોજેક્ટને જમીન માલિકો કોર્ટમાં પડકારશે

ક્વિન્સલેન્ડ: ઓસ્ટ્રેલિયામાં અદાણીના કારમાઈકલ ખનન પ્રોજેક્ટને ક્વિન્સલેન્ડ સરકારે આખરી મંજૂરી આપ્યા બાદ આ પ્રોજેક્ટ સામે નવેસરથી કાનૂની કાર્યવાહી થાય તેવા સંજોગોનું નિર્માણ થયું છે. ક્વિન્સલેન્ડના ગેલિલી બેસિનના માલિકોએ ક્વિન્સલેન્ડના ખાણ પ્રધાન સામે વિશ્વાસઘાત કર્યાના આક્ષેપો કર્યા છે અને તેઓ હવે અદાણીના પ્રોજેક્ટને આપવામાં આવેલી મંજૂરી સામે કોર્ટનાં દ્વાર ખટખટાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. આ મહિનાના આરંભે ક્વિન્સલેન્ડના ખાણ પ્રધાન એન્થની લીનહેમે અદાણીના ઓસ્ટ્રેલિયામાં ૨૨ અબજ ડોલરના પ્રોજેક્ટને આખરી મંજૂરી આપી હતી. ઓસ્ટ્રેલિયામાં અદાણીનો આ રેલવે અને બંદર સુવિધા સહિતનો સૌથી મોટો ખાણ પ્રોજેક્ટ હશે.
રૂ. ૨૯,૦૦૦ કરોડનાં કોલસા કૌભાંડમાં અદાણીની છ કંપનીના ‘કાળા હાથ’

વાનગેન અને જાગાલિંગાઉ (ડબ્લ્યુએન્ડજે)ના પ્રતિનિધિઓએ ખાણ પ્રધાનના કાર્યાલય દ્વારા ઓક્ટોમ્બર ૨૦૧૫માં જારી કરવામાં આવેલો પત્ર રજૂ કર્યો હતો. આ પત્રમાં ડોક્ટર લીનહેમે જણાવ્યું હતું કે તેઓ તમામ વૈધાનિક જરૂરિયાતોની સંતોષકારક પૂર્તતા બાદ જ લીઝ અરજીઓ પર વિચારણા કરશે. આ પત્રમાં જણાવાયું હતું કે આ ચોક્કસ કેસમાં પ્રધાન અદાલતી સમીક્ષા અરજીનાં પરિણામની રાહ જોવા માગે છે.
અદાણીના ભાઈએ બહામામાં કંપની સ્થાપ્યા બાદ નામ બદલીને ‘શાહ’ રાખવા અરજી કરી હતી

ડબ્લ્યુએન્ડજેના પ્રતિનિધિઓએ ખાણ સાથે સંકળાયેલ લીઝ આપવાના નેશનલ નેટિવટાઈટલ ટ્રિબ્યૂનલના નિર્ણયની અદાલતી સમીક્ષા માટે ફેડરલ કોર્ટમાં અરજી કરી હતી. પ્રવકતા મુરાવાહ જોન્સને જણાવ્યું હતું કે ક્વિન્સલેન્ડ સરકાર અને ડો. લીનહેમે આ કેસમાં પોતાનો અસલી રંગ બતાવ્યો છે. સતત દબાણ હેઠળ ડો. લીનહેમે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમે આ ખાણની અનિવાર્યતા સ્વીકારીશું નહીં. આ એક ખતરનાક દરખાસ્ત છે. આ ગ્રૂપ લીઝ યોગ્ય રીતે જારી કરવામાં આવ્યા નથી એવી દલીલ કરીને ફેડરલ કોર્ટમાં ઈન્ટરલોક્યુટરી અરજી દાખલ કરશે.

જ્યાં અદાણી ગ્રૂપનો પ્રોજેક્ટ ઊભો થનાર છે તે બેસિનની માલિકી ધરાવતા બાર જેટલા પરિવારો હવે કોર્ટનાં દ્વાર ખટખટાવશે. આ પરિવારો ઈન્ડિજિનિયસ લેન્ડ યુઝ એગ્રિમેન્ટ (આઈએલયુએ) પ્રાપ્ત કરવાની અદાણીની હિલચાલ સામે પડ્યા છે. આ અંગે ૧૯ માર્ચના રોજ એક બેઠક યોજવામાં આવી હતી અને તેમાં તમામ સભ્યોને હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ માત્ર નવ પરિવારો જ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં સભ્યોએ પોતાના નિયમો બદલવા અંગેનો ઠરાવ પસાર કર્યો હતો. એટલું જ નહીં આઈએલયુએ બે સમર્થન આપવાના મુદ્દે વિશ્વાસ ગુમાવનાર સભ્યોને હટાવવાનો પણ ઠરાવ કરાવ્યો હતો. આ બીજા ઠરાવની શનિવારે અદાણી સાથે યોજાનારી બેઠક પર અસર પડી શકે છે. આ ગ્રૂપે જણાવ્યું છે કે હવે કોઈ પણ અરજદાર ફરીથી અદાણીનો સંપર્ક કરશે નહીં અને આ અંગેના કરાર પર સહીઓ કરશે નહીં.

You might also like