અમારું પ્રદર્શન શ્રેણી હારવાલાયક જ હતુંઃ સ્મિથ

ભારત સામે શ્રેણી હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથનું કહેવું હતું કે તેની ટીમ હારની હકદાર હતી. સ્મિથનું માનવું છે કે તેની ટીમને આગામી શ્રેણીમાં પોતાના પ્રદર્શનમાં નિરંતરતા લાવવી પડશે. મેચ પૂરી થયા બાદ સ્મિથે કહ્યું, ”આ વિકેટ પર ૩૦૦નો સ્કોર કદાચ સારો રહેત. અમારા ટોચના ચાર બેટ્સમેનોમાંથી કોઈ એકે મોટો સ્કોર કરવાની જરૂર હતી. અમે ફરી એક વાર સતત વિકેટો ગુમાવી.

આ શ્રેણી બાદ અમારે કેટલાક સુધારા કરવા પડશે. જે રીતે અમે રમવા ઇચ્છીએ છીએ તેમાં સંતુલન લાવવાની અને સતત સારું પ્રદર્શન કરવાની જરૂર છે. ભારતે અમને સંપૂર્ણ રીતે બહાર જ રાખ્યા અને અમે શ્રેણી હારવાના હકદાર હતા.” સ્મિથે અંતમાં કહ્યું, ”ભારતમાં અમારા ઘણા ખેલાડીઓ ઘણું ક્રિકેટ રમ્યા છે. અમે કોઈ બહાનું ના કાઢી શકીએ કે અમે અહીં બહુ ક્રિકેટ રમ્યા નથી. ભારતીય ટીમ ઘણી સારી છે અને તેઓ પાસે સારું સંતુલન છે. ટી-૨૦ શ્રેણી થવાને હજુ થોડા દિવસની વાર છે. અમે એક ટ્રોફી સાથે સ્વદેશ પાછા ફરવા ઇચ્છીશું.”

You might also like