રોહિંગ્યાઓની આતંકી હુમલામાં સંડોવણી, સુરક્ષા દળો પહોંચી વળવા સક્ષમઃ સૂ કી

મ્યાનમાર: મ્યાનમારના સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કીએ રોહિંગ્યા મામલે દુનિયાભરમાં થઇ રહેલી ટીકાઓનો સજ્જડ જવાબ આપ્યો છે. આંગ સાન સૂ કીએ જણાવ્યું છે કે રોહિંગ્યાઓ આતંકી હુમલામાં સામેલ છે. રોહિંગ્યા સમુદાયે મ્યાનમારમાં હુમલા કરાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે મ્યાનમારે રોહિંગ્યા લોકોને રક્ષણ આપ્યું હતું, પરંતુ તેનું પરિણામ શું આવ્યું તે જગજાહેર છે. અમે હવે આલોચના અને ટીકાઓથી ડરવાના નથી.

રાખીને સ્ટેટમાં માત્ર મુસ્લિમો જ રહેતા નથી, ત્યાં રોહિંગ્યાઓએ બૌદ્ધો પર હુમલા કરાવ્યા હતા. આંગ સાન સૂ કીએ જણાવ્યુ હતું કે અમારાં સુરક્ષા દળો કોઇ પણ સંજોગોમાં આતંકી ખતરા સામે કામ લેવા સક્ષમ છે. આંગ સાન સૂ કી એ જણાવ્યું હતું કે રોહિંગ્યાએ મ્યાનમારમાં હુમલા કરાવ્યા છે. જે લોકો પલાયન થઇ રહ્યા છે તેમની સામે અમે વાતચીત કરવા તૈયાર છીએ. આંગ સાન સૂ કીએ જણાવ્યું હતું કે મ્યાનમારની સામાજિક સ્થિતિ ખૂબ જ જટિલ છે. અમે ટૂંક સમયમાં કોઇ પણ પ્રકારની સમસ્યાનો મુકાબલો કરીશું.

સરકાર શાંતિ સ્થાપવાની દિશામાં આગળ વધવા શકય તમામ પગલાં ભરી રહી છે. આંગ સાન સૂ કીએ જણાવ્યુું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયની આલોચનાથી અમે ડરવાના નથી. આંગ સાન સૂ કીએ જણાવ્યું છે કે અમારી સરકાર માત્ર ૧૮ મહિનાથી સત્તા પર છે. અમે શાંતિ સ્થાપવાની તમામ કોશિશો કરી રહ્યા છીએ. અમે માનવ અધિકાર ભંગને વખોડી કાઢીએ છીએ. રાખીને સ્ટેટમાં શાંતિ સ્થાપવા શકય તમામ પગલાં ભરીશું, પરંતુ આતંકવાદની પ્રવૃત્તિઓ સામે કડક હાથે કામ લઇશું.

આંગ સાન સૂ કીએ જણાવ્યુ છે કે રાખીને સ્ટેટમાં શાંતિ સ્થાપવા માટ એક કેન્દ્રીય સ‌િમતિ બનાવવામાં આવી છે. આ કમિશનનું નેતૃત્વ સંભળવા માટે અમે ડો.કોફી અન્નાનને આમંત્રણ આપ્યું છે. અમે આ વિસ્તારમાં શાંતિ અને વિકાસ માટે કામ કરતા રહીશું.

You might also like