આંગ સાન સૂના વિશ્વાસુ હ્તિન ક્યો ચૂંટાયા મ્યાનમારના નવા રાષ્ટ્રપતિ

નેપીતાવ: નોબલ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂના વિશ્વાસુ રહી ચૂકેલા હ્તિન ક્યોને મંગળવારે મ્યાનમારના આગામી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમને સંસદના બંને સદનોમાં કુલ 652માંથી 360 વોટ મળ્યા હતા.

મ્યાનમારની નેશનલ લીગ ઓફ ડેમોક્રેસીના નેતા અને સૂના વિશ્વાસુને ક્યોને શરૂઆતથી જ રાષ્ટ્રપતિ પદના પ્રબળ દાવેદાર ગણવામાં આવતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હ્તિન ક્યોને રાષ્ટ્રપતિ ચૂંટાતા શુભેચ્છા પાઠવી હતી.

સંસદના બંને સદનોના સભ્ય દ્વારા રાષ્ટ્રપતિ પસંદ કરવાની પ્રક્રિયામાં ભાગ લેવામાંઆવ્યો હતો. નવા રાષ્ટ્રપતિનો કાર્યકાળ એક એપ્રિલથી શરૂ થશે. મ્યાનમારમાં પ્રથમ વખત લોકતાંત્રિક રીતે પસંદગ કરવામાં આવેલી સરકાર હશે. 69 વર્ષના હ્તિન ક્યો ઇકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએટ થયા છે, હાલમાં તે આંગ સાન સૂનું ચેરિટેબલ ફાઉન્ડેશન ચલાવે છે.

માનવામાં આવી રહ્યું છે કે મ્યાનમારનું શાસન વ્યાવહારિક રીતે સૂ જ ચલાવશે કારણ કે તેમણે કહ્યું હતું કે તે રાષ્ટ્રપતિ કરતાં ઉપર હશે અને પડદા પાછળ શાસન કરશે.

આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે કારણ કે બંધારણીય જોગવાઈ મુજબ સૂ પર પ્રતિબંધ છે. આ જોગવાઇ અનુસાર જે કોઇ વ્યક્તિનો જીવનસાથી વિદેશી હોય અથવા બાળક હોય તે કાર્યપાલિકાનું પદ સંભાળી ન શકે. સૂ કીન દિવંગત પતિ અને બંને પુત્રો બ્રિટિશ છે.

You might also like