ઓગસ્ટા વેસ્ટલેન્ડઃ દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદમાં ૧૦ સ્થળોએ ઈડીના દરોડા

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડાયરોક્ટોરેટે (ઈડી) ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના મામલામાં રૂ. ૩૬૦૦ કરોડનાં મની લોન્ડરિંગની તપાસ વચ્ચે દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદમાં ઓછાં ઓછા ૧૦ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઈડીના એક અિધકારીએ જણાવ્યું હતું કે એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ દુબઈ, મોરેશિયસ અને સિંગાપોરની કંપનીઓના ૮૬.૦૭ કરોડ રૂપિયાના શેર જપ્ત કર્યા છે.

ઈડી આ કેસમાં ઓગસ્ટા વેસ્ટલેન્ડની મૂળ કંપની ફિનમિકેનિકા દ્વારા ૧૨ હેલિકોપ્ટરનો સોદો પ્રાપ્ત કરવા માટે આપવામાં આવેલી કરોડો રૂપિયાની લાંચમાં તપાસ કરી રહ્યું છે. ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ૨.૮ કરોડ યુરો (અંદાજે રૂ. ૨૧૪ કરોડ) ગુડો હાશ્કે અને કાર્લો ગેરોસાને ટ્યુનિશિયા સ્થિત કંપની દ્વારા આપવામાં આવ્યા હતા. બંને ૩૬૦૦ કરોડ રૂપિયાના સોદામાં એજન્ટ તરીકે હતા. પાછળથી ૧.૨૪ કરોડ યુરો (અંદાજે રૂ. ૯૫ કરોડ) ત્રણ ભારતીય કંપનીઓને આપતાં પહેલાં મોરેશિયસ, દુબઈ સિંગાપોર સ્થિત કંપનીઓને આપવામાં આવ્યા હતા. ભારતીય કંપનીઓએ આ ભંડોળથી શેરો ખરીદ્યા હતા.

દરોડા દરમિયાન કેટલાય દસ્તાવેજ તથા કમ્પ્યૂટર હાર્ડવેર જપ્ત કરવામાં આવ્યાં છે. મની લોન્ડરિંગ કાયદા હેઠળ શેર જપ્ત કરાયા છે.

You might also like