અગસ્તા વેસ્ટલેન્ડઃ પૂર્વ વાયુસેના પ્રમુખ ત્યાગીને ED અને CBIનું સમન

નવી દિલ્હીઃ અગસ્તા ચોપર ડીલ મામલે પ્રવર્તન નિદેશાલયના પૂર્વ વાયુસેના પ્રમુખ એસ.પી. ત્યાગીને સમન પાઠવવામાં આવ્યું છે. ED આ મામલે મની લોંડરીંગની તપાસ કરી રહી છે. EDએ દાવો કર્યો છે કે તે નેતાઓ બ્યુરોક્રેટ્સ, એરફોર્સના અધિકારીઓ અને કેસ સાથે જોડાયેલા તે નેતાઓની ઓળખ પ્રાપ્ત કરવામાં આવશે, જેમને કથિત રીતે આ સોદામાં પૈસા પ્રાપ્ત થયા છે. નિદેશાલય તરફથી વિશાળ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ વાયુસેના પ્રમુખના ત્રણ સંબંધી સંદીપ, રાજીવ અને સંજીવને પણ પૈસા પ્રાપ્ત થયા હોવાની વાત સામે આવી છે. સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ છે કે હેલીકોપ્ટર ડીલમાં યૂરોપના જે વચોટિયાનું નામ સામે આવ્યું છે તે કથિત રીતે દિલ્હીના વકિલ ગૌતમ ખેતાન દ્વારા લોકોને લાંચ આપી રહ્યો હતો. ED આ મામલે જે ચાર્ટશીટ તૈયાર કરી છે તેમાં ખેતાનને ભારતમાં લાંચ આપવાનો મુખ્ય આરોપી ગણાવ્યો છે.

સોમવારે સીબીઆઇ ચોથી વખત કરશે પૂછપરછઃ વીવીઆઇપી ચોપર ઘોટાળા મામલે સીબીઆઇએ પણ ત્યાગીની પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. તપાસ એજન્સીએ પૂર્વ એર માર્શલ જેએસ ગુજરાલને પણ સમન પાઠવ્યું છે. એસપી ત્યાગીને સોમવારે સીબીઆઇએ ચોથી વખત પૂછપરછ માટે બોલાવ્યા છે.

ઇતાવલી કોર્ટના ચૂકાદામાં એ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે કેવી રીતે હેલિકોપ્ટર નિર્માતા ફિનમેકેનિકા અને અગસ્તા વેસ્ટલેન્ડના સોદાને પ્રાપ્ત કરવા માટે વચોટિયાઓ મારફતે ભારતીય અધિકારીઓને કથિત રીતે લાંચ આપી છે. અદાલતે અનેક મુદ્દાઓમાં ત્યાગીના નામનો ઉલ્લેખ કર્યો છે.

You might also like