Categories: India

ઓગસ્ટા ડીલઃ વચેટિયાે મિશેલ નવ વર્ષમાં ૧૮૦ વખત ભારત આવ્યો હતો

નવીદિલ્હી: ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ફોરેન રિજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસ (એફઆરઆરઓ)ના જણાવ્યા અનુસાર આ જ ડીલમાં સામેલ વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે ર૦૦પથી ર૦૧૩ દરમિયાન ૧૮૦ વખત ભારતની મુલાકાત લીધી હતી.

આશ્ચર્યજનક વાત એ છે કે મિશેલ દર વખતે દિલ્હી જ આવતો હતો અને તેણે એફઆરઆરઓ કાર્યાલયમાં પોતાના સંપર્ક સૂત્ર તરીકે અભિનવ ત્યાગી નામની કોઇ વ્યકિતનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેણે પોતાની ફર્મ મીડિયા એક્ઝિમ પ્રા. લિ.ના તેેના એસોસિયેટસ અને ડાયરેકટર જે.બી. સુબ્રમણ્યમને મળવાનું કારણ બતાવ્યું હતું.

તપાસ એજન્સીઓ એ બાબતે તપાસ કરી રહી છે કે અભિનવ ત્યાગી નામના શખ્સનું કનેકશન ભારતીય વાયુદળના પૂર્વ વડા ત્યાગીના પરિવાર સાથે તો નથી ને? પ્રાપ્ત માહિતી અનુસાર મિશેલ ભારતમાં તપાસ શરૂ થયા પહેલાં દેશ છોડી ગયો હતો અને ફરીથી કયારેય પરત આવ્યો નહોતો. એવું કહેવાય છે કે હાલ તે દુબઇમાં છુપાયેલ છે.

મિશેલની ધરપકડ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી) પહેલેથી જ પ્રયાસો કરી રહ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ૧૮૦ વખત ભારતની મુલાકાતે આવવાની ઘટના કોઇ પણ વ્યકિત માટે ચોંકાવનારી છે. અમે એ તપાસ કરી રહ્યા છીએ કે તે ભારતની મુલાકાત દરમિયાન સંજીવ ત્યાગી, આર. કે. નંદા અને જી.સુબ્રમણ્યમ ઉપરાંત કોને કોને મળતો હતો? તે ભારતમાં હંમેશાં ફાઇવસ્ટાર હોટલમાં જ રોકાતો હતો.

આર.કે.નંદા નામનો શખ્સ શંકાના દાયરામાં
ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલમાં સીબીઆઇને આર.કે. નંદા નામના શખ્સ સામે શંકા છે. સીબીઆઇએ આર. કે. નંદા નામની વ્યકિતની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના ગોટાળાના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ સાથે મળીને તેણે ડમી કંપની બનાવી હોવાનો શક છે. આ કંપનીનું મીડિયા એક્ઝિમ પ્રા.લિ. હતું. ક્રિશ્ચિયન મિશેલની કંપની એફઝેડઇ દુબઇથી મીડિયા એક્ઝિમને પૈસા મોકલતી હતી. અંદાજે રૂ.૬.પ કરોડ આ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આ પૈસા કોને પહોંચતા હતા તે અંગે સીબીઆઇ તપાસ કરી રહી છે.

divyesh

Recent Posts

ઘર, ઓફિસ, કાર… પોલીસથી ‘બેખૌફ’ તસ્કરો ક્યાંય પણ ત્રાટકી શકે છે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં તસ્કરો પોલીસના ખૌફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેરઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.…

17 hours ago

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠા પર કુલ. ૧૧.પ૦ કિ.મી. લંબાઇમાં કરોડો રૂપિયાના ખર્ચે…

18 hours ago

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં છ દિવસમાં રૂ.35.64 કરોડનું વેચાણ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દુબઇમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં હાલમાં બાર દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. જોકે શહેરનાં શોપિંગ…

18 hours ago

ફલાવર શોના શનિ-રવિના મુલાકાતી માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં અાકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શોની મુદતને આગામી તા. ૩૧ જાન્યુઆરી સુધી વધારાઈ…

18 hours ago

નરોડા પાટિયા કેસના ચાર દોષિતને સુપ્રીમે જામીન આપ્યા

(અમદાવાદ બ્યૂરો): સુપ્રીમ કોર્ટે ર૦૦રના નરોડા પાટિયા રમખાણ કેસમાં ચાર અપરાધીઓની જામીન પર છોડવાની અરજી પર સુનાવણી કરીને તેઓને જામીન…

18 hours ago

સુભાષચંદ્ર બોઝ જયંતીઃ મોદીએ લાલ કિલ્લામાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

(એજન્સી) નવી દિલ્હી: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર…

18 hours ago