ઓગસ્ટ મહિનામાં સોનાની આયાતમાં ૭૭ ટકા ઘટાડો

મુંબઇ: દેશમાં ઊંચી આયાત ડ્યૂટીના પગલે સોનાની આયાતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં પણ સોનાની આયાતમાં ૭૭ ટકાનો ઘટાડો નોંધાતો જોવાયો છે. કેન્દ્રની કોમર્સ મિનિસ્ટ્રીના ડેટા અનુસાર પાછલા વર્ષે ઓગસ્ટ મહિનામાં સોનાની આયાત ૪.૯૫ અબજ ડોલર રહી હતી, જે ચાલુ વર્ષે ઘટીને માત્ર ૧.૧૧ અબજ ડોલર જોવાઇ છે. નોંધનીય છે કે ફેબ્રુઆરીથી સતત સોનાની આયાતમાં ઘટાડો થઇ રહ્યો છે. સોનાની આયાતમાં સતત ઘટાડાના પગલે વેપાર ખાધને નીચી રાખવામાં મદદ મળશે.

ચીન બાદ ભારતમાં સોનાનો સૌથી વધુ વપરાશ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં દેશમાં સોનાની આયાત ૬૫૦ ટન રહી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી જુલાઇ મહિનાના સમયગાળામાં આયાત ઘટીને ૬૦ ટનની સપાટીએ પહોંચી ગઇ છે. એક વર્ષ પહેલાં સમાન સમયગાળામાં સોનાની આયાત ૨૫૦ ટન જોવાઇ હતી.

You might also like