ઓગસ્ટ એક્સપાયરી પૂર્વે સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટ અપ

અમદાવાદ: ગઇ કાલે સેન્સેક્સમાં ૩૬૨ પોઇન્ટના કડાકા બાદ આજે શરૂઆતે વૈશ્વિક શેરબજારના સપોર્ટ વચ્ચે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૫૦ પોઇન્ટના સુધારે ૩૧,૬૩૯, જ્યારે એનએસઇ નિફ્ટી ૮૬ પોઇન્ટના સુધારે ૯,૮૮૨ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આમ, શરૂઆતે જ નિફ્ટીએ ૯,૮૫૦ પોઇન્ટની સપાટી ક્રોસ કરી દીધી હતી.

બેન્કિંગ શેરમાં ઘટાડે ખરીદી નોંધાઇ હતી. આજે શરૂઆતે ઓટોમોબાઇલ, મેટલ, ફાર્મા, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ખરીદી જોવાઇ હતી. બેન્ક નિફ્ટીમાં પણ ૦.૬ ટકાનો સુધારો નોંધાયો હતો.
આજે શરૂઆતે અદાણી પોર્ટ્સ, એચડીએફસી, સન ફાર્મા કંપનીના શેરમાં ૧.૪૦ ટકાથી બે ટકાનો ઉછાળો નોંધાયો હતો તો બીજી બાજુ ટીસીએસ, એનટીપીસી અને હિંદુસ્તાન યુનિલિવર કંપનીના શેર પ્રેશરમાં જોવા મળ્યા હતા.
મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી.

નિફ્ટીના આ શેર ઊછળ્યા
હિંદાલ્કો ૨.૩૫ ટકા
અદાણી પોર્ટ ૨.૧૧ ટકા
અંબુજા સિમેન્ટ ૨.૦૪ ટકા
ઇન્ડિયન ઓઇલ ૨.૦૪ ટકા
ઓરબિન્દો ફાર્મા ૧.૯૦ ટકા

You might also like