પાટણ યુનિવર્સિટીઃ MLA કિરીટ પટેલ અને કોલેજ સંચાલકનો ઓડિયો વાયરલ

પાટણઃ જિલ્લાની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ગેરકાયદેસર નાણાં ઉઘરાવવામાં આવતાં હોવાનો ઓડિયો વાયરલ થયો છે. યુનિવર્સિટી દ્વારા B.ed કોલેજો પાસેથી ગેરકાયદેસર નાણાં ઉઘરાવવામાં આવે છે. આ મામલે રમેશભાઇ નામનાં ટ્રસ્ટી અને ધારાસભ્ય કિરીટ પટેલની વાતચીત સામે આવી છે.

જેમાં ટ્રસ્ટીએ સ્વીકાર્યું છે કે, યુનિવર્સિટી ટ્રસ્ટીઓ પાસેથી કોલેજ દીઠ રૂપિયા 1.5 લાખ ઉઘરાવવામાં આવ્યાં છે. આ મામલે કિરીટ પટેલે ભ્રષ્ટાચાર બંધ કરવા મુખ્યમંત્રીને પણ વિશેષ રજૂઆત કરી છે.

કટકીબાજ યુનિવર્સિટી!
કિરીટ પટેલઃ રમેશભાઈ, પહેલી વખતે તેમણે (યુનિવર્સિટીએ) 50 હજાર ઉઘરાવ્યાં હતાં. ગઈ વખતે એક લાખ ઉઘરાવ્યાં અને આ વખતે દોઢ લાખ ઉઘરાવ્યાં છે. એમાં તમે આપ્યાં કે નહીં?
રમેશભાઈઃ આપ્યાને
કિરીટ પટેલઃ કોને આપ્યાં?
રમેશભાઈઃ મનુ દ્વારા વિનોદભાઈને આપ્યાં
કિરીટ પટેલઃ ત્રણેય કોલેજનાં?
રમેશભાઈઃ હા, ત્રણેય કોલેજનાં
કિરીટ પટેલઃ ગઈ વખતે કોને આપ્યાં હતાં?
રમેશભાઈઃ ગઈ વખતે હિરેનને આપ્યાં હતાં.
કિરીટ પટેલઃ મારી આપ તમામ ટ્રસ્ટીઓને વિનંતી છે કે, આ સિસ્ટમ બંધ કરાવો ભેગાં થઈને. આ બાબુલાલ આવ્યાં છે એને આપણે જ બેસાડ્યાં છે પણ હિરેનને બધાં ભેગાં થઈને ધંધો કરે છે. હું આમાં પડવા જ ન્હોતો માંગતો પણ હું ચૂપ રહું તો લોકોને એમ હતું કે, કિરીટભાઈને તે બધાં આમાં ભાગીદાર છે. તમે તો મને વર્ષોથી ઓળખો છો. આપણે કયારેય રૂપિયામાં પડતા નથી.
રમેશભાઈઃ હા બરોબર છે.
કિરીટ પટેલઃ અમે આજે CM સાહેબને મળવા જઈએ છીએ અને ઈન્કવાયરી તો, જે હોય તે સાચું કહેજો કે, આવી રીતે અમારી પાસેથી પૈસા ઉઘરાવ્યાં છે એટલે આ ભ્રષ્ટાચાર બંધ થઈ જાય.
રમેશભાઈઃ હા બરોબર છે.
કિરીટ પટેલઃ બધાં ટ્રસ્ટીઓ એક થાઓ. પૈસા શાનાં માન્યતા છે બધું છે તો પૈસા શાનાં?
રમેશભાઈઃ આ લોકો એવું કરે છે. પેલાં 50ને મંજૂરી આપે છે અને પછી 50ને આપે છે અને એમાં જ બધું ગૂંચવી નાખે છે.
કિરીટ પટેલઃ હાં
રમેશભાઈઃ એટલે આ રીતે ગૂંચવીને.
કિરીટ પટેલઃ હાં પણ આ સિસ્ટમ ખોટી છે ને?
રમેશભાઈઃ ખોટું છે. ખોટું જ છે બિલકુલ.
કિરીટ પટેલઃ આ ત્રણ વર્ષથી જ શરૂ કર્યુંને આમણે?
રમેશભાઈઃ હાં, આ વર્ષથી આ ત્રીજું વર્ષ આવ્યું. હાં ત્રણ વર્ષ થયાં. એમાં મોટા ભાગનાં 80 ટકાએ આપ્યાં હશે હું માનું છું ત્યાં સુધી. એટલું તો હશે કદાચ.
કિરીટ પટેલઃ પણ આવું કદાચ CBIની ઈન્કવાયરી થાય. આજે અમે બધાં ધારાસભ્યો થઈને મળવા જઈએ છીએ. તો સાથે ઉભા રહેજો. રમેશભાઈઃ હાં, પણ એમાં વ્યક્તિગત ના રાખતાં. બધાંની જોડે રાખજો.
કિરીટ પટેલઃ ના ના બધાનું. તમે ભેગાં થાઓ અને આ સિસ્ટમ બંધ કરાવો. કેમ કે આ વખતે દોઢ આપ્યાં એટલે આવતી વખતે અઢી થશે. પણ આમાં તો શોષણ વિદ્યાર્થીઓનું જ થાય.
રમેશભાઈઃ એ તો વિનોદભાઈ પણ થોડો વિરોધ કરતાં હતાં. ખાનગીમાં પણ મારે બોલાણું નહીં સંબંધમાં.
કિરીટ પટેલઃ આ ઉઘરાવે છે કોણ મેઈન?
રમેશભાઈઃ મેઈન હું માનું ત્યાં સુધી દાઢી હોય છે.
કિરીટ પટેલઃ શૈલેષ?
રમેશભાઈઃ ના, પેલો હિરેન.. આ તો તમે અંગત છો એટલે તમને અંગત વાત કહું છું. નહીંતર મારૂ નામ પડે તો ભડકે બળે. મારૂ પુરું કરી દે.
રમેશભાઈઃ ના ના અમે બેઠા છીએને શું પુરું કરે? લડી લઈશું એમાં ચિંતા નહીં કરવાની.

You might also like