VIDEO: PAAS કન્વીનર નરેન્દ્ર પટેલની કોંગ્રેસ પર આરોપ મુકતી ઓડિયો ક્લીપ વાઇરલ, જાણો….

PAAS અને કોંગ્રેસનાં આર્થિક સંબંધને લઇ એક કથિત ઓડિયો ક્લીપ હાલમાં ફરતી થઈ છે. જેમાં PAAS કન્વીનર નરેન્દ્ર પટેલ અને અન્ય એક વ્યક્તિની ઓડિયો ક્લીપ સામે આવી છે. આ ઓડિયો ક્લીપમાં નરેન્દ્ર પટેલનો અવાજ હોવાની સંભાવના છે. આ ઓડિયો ક્લીપમાં નરેન્દ્ર પટેલે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. અહેમદ પટેલ અને ભરતસિંહનાં કહેવાથી પાટીદારોને આંદોલન ચલાવવા માટે ફંડ મળતું હોવાની વાતનો પણ ઉલ્લેખ આ ઓડિયો ક્લિપમાં કરવામાં આવ્યો છે. સાથે જ અહેમદ પટેલ અને ભરતસિંહનાં કહેવાથી ફંડ મળતું હોવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ અહેમદ પટેલનાં કહેવાથી જીવાભાઈએ રૂ.10 લાખ આપ્યા હોવાનું પણ કથિત ઓડિયો ક્લીપમાં સામે આવ્યું છે.

જાણો આ ઓડિયો ક્લિપ વચ્ચેની વાતચીતઃ

નરેન્દ્ર પટેલઃ કિર્તિસિંહ ઝાલા કોંગ્રેસનાં પ્રમુખ છે. જિલ્લા કોંગ્રેસ પક્ષના, એ અને બીજા બે, ત્રણ જણા બેઠા હતા.
અજ્ઞાત વ્યક્તિઃ હમમમ…
ભાવેશે મને 10 હજાર રૂપિયા કાઢીને આપ્યા અને હું લઈને નીકળી ગયો. મારે 8 કલાકે સુરત પહોંચવાનું હતું. ત્રણ દિવસ અમે સુરતમાં સભાઓ કરી, પાંચ દિવસ સુરતમાં બગડયા મારા, સાતમા અને આઠમા દિવસે હું ભાવેશની ઓફિસમાં ગયો, કે ભાવેશ શું હતું?
અજ્ઞાત વ્યક્તિઃ હમમમ…
નરેન્દ્ર પટેલઃ તો, ભાવેશ કે, તું નીકળ્યો તરત જ પેલા કિર્તિસિંહે પૂછ્યુ. કે આ 10 હજાર શેના આપ્યા. તો ભાવેશ કે એને સુરત જવું છે અમિત શાહના વિરોધ કરવાના પ્રોગ્રામમાં એટલે એના જોડે નહોતા પૈસા એટલે 10 હજાર આપ્યા. કિર્તિસિંહ ઝાલા એવું બોલી ગયો કે ગયા સોમવારે તો 25 લાખ રૂપિયા નરેન્દ્ર ભાઈને આપ્યા છે આપણે.

નરેન્દ્ર પટેલઃ પછી મેં કીધુ કિર્તિસિંહે તમે મને 25 લાખ રૂપિયા આપ્યા તેનો હિસાબ આપો. ક્યાં આપ્યા મને બતાવો. એટલે કિર્તિસિંહ કે યાર આપ્યા છે ને તમે કેમ ના પાડો છો. પછી કે ઉભા રો. મોબાઈલ ચાલુ કર્યો અને મોબાઈલમાં એને હિસાબ લખેલો હતો ફોટો પાડેલો મને બતાવ્યો. તો મહેસાણા જિલ્લા પંચાયતમાંથી 70 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી.
અજ્ઞાત વ્યક્તિઃ હમમમ…
નરેન્દ્ર પટેલઃ 70 લાખ રૂપિયામાંથી 25 લાખ રૂપિયા મહેસાણા તથા ઉત્તર ગુજરાત PAAS કમિટીને ચુકવ્યા આ તારીખે. એવું લખ્યું હતું હિસાબમાં. C/O કરી નરેન્દ્ર પટેલ મહેસાણા. મારા નામે લઈ ગયા. બરોબર. નામ મારું. મેં કીધું કે કિર્તિસિંહ આ પૈસા ચૂકવ્યા કોને? એટલે કે પ્રહલાદજીએ. કયા પ્રહલાદજી…તો કહ્યું કારોબારી ચેરમેન.
અજ્ઞાત વ્યક્તિઃ હમમમ…
નરેન્દ્ર પટેલઃ એટલે કે ઉભા રહો બોલાવું. કિર્તિશસહે તરત જ પ્રહલાદજી અને કિર્તિશસહની ઓફિસને જિલ્લા પંચાયત જોડે જોડે છે…નજીક જ છે બિલ્ડિંગ… એટલે કિર્તિશસહે પ્રહલાદજી કારોબારી ચેરમેન કડીના છે તેને બોલાવ્યો..પ્રહલાદજી આવ્યા ને મે કીધુ આ તમે 25 લાખ ચૂકવ્યા એનો હિસાબ તમે જિલ્લા પ્રમુખને આપી દીધો. પાછળ નરેદ્ર પટેલ C/O નરેદ્ર પટેલ લખ્યુ છે. તો મને કયા આધારે તમે આપ્યા પૈસા અને કેટલા આપ્યા.
અજ્ઞાત વ્યક્તિઃ હમમમ…
નરેન્દ્ર પટેલઃ એટલે કે તમને નથી આપ્યા પૈસા પણ લાલિયો, વિપુલ, મહેશભાઈ લઈ ગયા. ત્રણ જણા આવ્યા તો લઈ ગયા..કોના કહેવાથી..તો મારા ઉપર પક્ષમાંથી આદેશ આવ્યો તો, પાર્ટીમાંથી…મેં કહ્યું કોનો? પાર્ટીમાંથી આવ્યો તો તમારા નામથી શું કામ છે? એટલે કે અમાર તો ઉપર પાર્ટીમાંથી પ્રદેશ કોંગ્રેસમાંથી ફોન આવે કે આટલા પૈસા અહીં આપી દો એટલે. અમારે આપી દેવા પડે.

નરેન્દ્ર પટેલઃ દિલ્લી અહેમદભાઈને કહ્યું..ઐસા હે, તૈસા હૈ, ઐસે 1 લાખ મુ~યુ છે વ્હીકલ બિલ, મુખ્યમંત્રી મહિલા હૈ, આનંદી કે સામને કિયા..5 હજાર પુરુષો ભેગા કરવા સારા..પણ 500 મહિલા ભેગી કરવી. ખોટી આ ને તે ને, મેંને અકેલે હી યહ આયોજન કિયા. 30 લાખ રૂપિયા ખર્ચા હોય ગયા. 20 લાખ તો મેને ચુકવા દિયે. અભી 10 લાખ બાકી હૈ. તો અભી મહેસાણા કે આજુ બાજુ સે ફાળા કરકે દેને વાલે હૈ.
અજ્ઞાત વ્યક્તિઃ હમમમ…
નરેન્દ્ર પટેલઃ તો અહેમદ ભાઈ કે આટલી બધી મહેનત કરી ને. આટલું બધુ કર્યું. તારે હવે નથી ફાળો કરવો ને નથી મજૂરી કરવી. હું કહી દઉં છું 10 લાખનું. અહેમદભાઈને તો માત્ર સ્વીચ જ દબાવવાની ને મોબાઈલની, અહેમદભાઈએ મોબાઈલ લગાવ્યો સીધો જીવારામને. જીવારામને કહ્યું ભાઈ 10 લાખ આપી દેજે.
અજ્ઞાત વ્યક્તિઃ હમમમ…
નરેન્દ્ર પટેલઃ જીવારામે અહેમદભાઈને પૂછ્યુ તો નહીં કે શેના માટે અને શું છે એ..હેસીયત ન હોયને એની એટલી બધી.

નરેન્દ્ર પટેલઃ ભરતસિંહની ચેમ્બરમાં એક દિવસ બેઠા હતા..હું અને અતુલ બન્ને જણા.. બધી ચર્ચા ચાલતી હતી..એટલે મેં કહ્યું કે હવે ખર્ચાથી થાકી ગયા છીએ..કોઈ પ્રોગ્રામ થાય એવો નથી. હવે કોંગ્રેસ વાળા કંઈક ખર્ચો કરો અને મદદ કરો તો મેળ પડે બાકી મેળ પડે એમ નથી પ્રોગ્રામ કરવાનો. હવે તો પાટીદારોએ પણ આપવાનું બંધ કરી દીધું છે. બરોબર આવી બધી ચર્ચા ચાલતી હતી અને અચાનક જ જીવાભાઈ આવી ગયા
અજ્ઞાત વ્યક્તિઃ હમમમ…
નરેન્દ્ર પટેલઃ ભરતસિંહ કે, જીવાભાઈ જુઓ આ છોકરાઓ બિચારા થાકી ગયા છે, અને પ્રોગ્રામ પર થોડું ઘણું ધ્યાન રાખો. જીવાભાઈ કે, ના ના હું તો સતત ધ્યાન રાખું છું આ છોકરાઓનું કે. આ મહિલા સંમેલનમાંનાં 10 લાખ રૂપિયા આપી દીધા. ભરતસિંહે ધમકાવ્યા જીવાભાઈને. એટલે જીવાભાઈ બોલી ગયા કે સાહેબ અહેમદ ભાઈનો ફોન આવ્યો હતો એટલે આપ્યા હતા.

નરેન્દ્ર પટેલઃ મહિલા સંમેલનનો ફ~ત એક જ દાતા હતો..ભાવેશ ભાઈ મે કીધું એ ભાઈ…એને પાંચેય પાંચ લાખ રૂપિયાનો ખર્ચો રોકડા પૈસા આપી દીધા હતા..પણ અમે જાહેરાત કરી હતી અશોક ભાઈની, અને પેલો કોંગ્રેસમાં હતો અને અમને કોંગ્રેસ વાળા પૈસા આપે તેવી જાહેરાત નહોતી કરવી. આપણા સમાજમાં ખરાબ મેસેજ જતા હતા એ વખતે.
અજ્ઞાત વ્યક્તિઃ હમમમ…
નરેન્દ્ર પટેલઃ એટલે આપણા કોંગ્રેસના પૈસા ના લઈએ..પૈસા એના હતા પણ જાહેરાત કરી હતી આપણે અશોકભાઈની. કે અશોકભાઈ ખર્ચો આપે છે. અશોકભાઈએ બધા જ પૈસા ચૂકવ્યા છે..અને પેલા બાઈએ અશોકભાઈને પૈસા આપ્યા છે.

નરેન્દ્ર પટેલઃ મેં ભરતસિંહને ફોન કર્યો.
અજ્ઞાત વ્યક્તિઃ બરાબર..
નરેન્દ્ર પટેલઃ ભરતસિંહનાં PAએ ફોન ઉઠાવ્યો. ને કહ્યું કે સાહેબ બોરસદ છે કાલે 12 કલાકે આવશે. એટલે મેં કહ્યું સારું ભાઈ, હું કાલે 12 કલાકે ભરતસિંહ જોડે જઈશ અને ભરતસિંહને કહેવાનો છું કે આ પૈસા કોના કહેવાથી તમે આપ્યા, મને મળ્યા નથી રૂપિયા.
અજ્ઞાત વ્યક્તિઃ હમમમ…
નરેન્દ્ર પટેલઃ ભરતસિંહ નહીં માને તો અમે પ્રેસ બોલાવીશું અને પ્રેસમાં જાહેરાત કરીશું.
અજ્ઞાત વ્યક્તિઃ બરાબર..
નરેન્દ્ર પટેલઃ વિપુલ, મહેશભાઈ અને લાલીયો સાંજે 6.30 કલાકે ભાગ્યા ઉદયપુર.
અજ્ઞાત વ્યક્તિઃ બરાબર..
નરેન્દ્ર પટેલઃ ઉદયપુરથી 1.35 મિનિટે પોણા 2 કલાકે મારા પર હાર્દિકનો ફોન આવ્યો. કે કાકા, ઉંઘ્યા છો કે શું?

You might also like