માલ્યાના કિંગફિશર હાઉસની હરાજીમાં કોઇએ ન દાખવ્યો રસ

મુંબઇ : વિજય માલ્યાની કંપની કિંગફિશર એરલાઇન્સનો બાકી નાણાની રિકવરી કરવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની તરફથી આયોજીત કિંગફિશર હાઉસની હરાજીમાં કોઇએ બોલી લગાવી નહોતી.એસબીઆઇએ તેનાં માટે ઓનલાઇન હરાજી ચાલુ કરી હતી. જેનાં માટે કોઇ બોલી મળી નહોતી. મુંબઇનાં વિલે પાર્લે ખાતે આ 17000 વર્ગ ફુટનાં બંગ્લાની બોલી એસબીઆઇ કેપ્સ ટ્રસ્ટની તરફતી આયોજીત કરવામાં આવી હતી.

માલ્યાનાં કિંગફિશર હાઉસની ઓનલાઇન હરાજી કરવામાં આવી. બેંકોએ આ પ્રોપર્ટીની બેઝ પ્રાઇઝ 150 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. કિંગફિશર એરલાઇન્સ પર 17 બેન્કોનું 9000 કરોડ રૂપિયાનું લેણું છે. આ તરફ મુંબઇમાં ઇડીએ માલ્યાની કંપની યૂનાઇટેડ બ્રેવરેજનાં પૂર્વ સીએફઓ નેંદુગડી અને કિંગફિશર એરલાઇન્સનાં પુર્વ સીએફઓ એ.રધુનાથન સાથે પુછપરછ કરી હતી.

એસબીઆઇની તરફથી બહાર પાડવામાં આવેલી નોટિસનાં અનુસાર કિંગફિશર એરલાઇન્સનાં નામે લેણું બહાર પાડવામાં આવ્યું હતું. આ લોનનાં માટે કંપનીની તરફથી યૂનાઇટેડબ્રેવરેજ અને વિજય માલ્યાએ ગેરેંટી આપી હતી. દેશની પ્રખ્યાત દારૂનાં બ્રાન્ડનાં વેપારીઓમાં રહેલા વિજય માલ્યાએ મે 2005માં કિંગફિશર એરલાઇન્સની શરૂઆત કરી હતી. થોડા વર્ષોમાં જ આ કંપની દેશની બીજી સૌથી મોટી એરલાઇન્સ કંપની પણ બની ગઇ હતી. ભલે તેણે નફા તરીકે કોઇ કમાણી નહોતી કરી.

થોડા વર્ષોમાં જ આ કંપની દેશની બીજી સૌથી મોટી એરલાઇન કંપની પણ બની ગઇ હતી. ભલે તેણે નફા તરીકે કોઇ કમાણી ન કરી હોય. 2012માં કંપનીની આર્થિક સ્થિતી નબળી તઇ ગઇ હતી. ત્યાર બાદ માલ્યાએ ઓક્ટોબરમાં એરલાઇન્સને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ઓક્ટોબર 2012થી જ કિંપફિશરની ઉડ્યનો રદ્દ રહી હતી. ત્યાર બાદ જ કંપનીનું ફ્લાઇંગ લાઇસન્સ પણ રદ્દ કરી દેવામાં આવ્યું હતું.

એસબીઆઇના નેતૃત્વમાં બેંકોએ કિંગફિશરની વિરુદ્ધ મુંબઇની સ્થાનીક કોર્ટમાં કેસ જીત્યો છે. ફેબ્રુઆરી 2015થી નજીક 150 કરોડ રૂપિયાનાં કિંગફીશર હાઉસ પર બેંકોનો કબ્જો હતો. તે ઉપરાંત ગોવા ખાતે કિંગફિશર વિલા પર પણ બેંકોનો કબ્જો છે તેની કિંમત 90 કરોડ સુધી આંકવામાં આવી હતી. વિજય માલ્યા પર બેંકોનાં લગભગ 9000 કરોડ રૂપિયાની લોન બાકી છે. બેંકોની તરફતી અત્યાર સુધીમાં 1600 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી ચુકી છે. બેંકોએ ઇક્વિટી શેર વેચીને તે વસુલી છે.

બેંકોએ હાલ તો વિજય માલ્યાને આપેલા નાણા પર 15.5 ટકાનો વ્યાજ ચાર્જ વસુલ્યો છે. જાન્યુઆરી 2013 બાદથી જ માલ્યાની કંપનીની તરફતી કર્જો કરવામાં આવશે. ડુબી ચુકેલી કિંગફિશર એરલાઇન્સ પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં સૌથી વધારે 1600 કરોડ રૂપિયા બાકી છે. તે ઉપરાંત પંજાબ નેશનલ બેંક અને આઇડીબીઆઇ બેંકોની 800-800 કરોડ રૂપિયાની રકમ બાકી છે. બેંક ઓફ ઇન્ડિયાનાં 650 કરોડ, બેંક ઓફ બડોદાનાં 550 કરોડ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનાં 410 કરોડ અને યૂકો બેંકનાં 320 કરોડ રૂપિયા વિજય માલ્યા પાસે બાકી છે. તે ઉપરાંત પણ અન્ય બેંકોનાં સેંકડો કરોડ રૂપિયા ફસાયેલા છે.

You might also like