ગાંધીજીની સહીવાળી રેર તસવીરનું થશે ઓકશન અંદાજિત કિંમત છે ૬.૫ લાખ રૂપિયા

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી મદનમોહન માલવીય સાથે ચાલી રહ્યા હોય એવી એક તસવીર એક ઓકસન-હાઉસ એક તસવીર એક ઓકશન-હાઉસ દ્વારા વેચાવા નીકળી છે. આ તસવીર ૧૯૩૧ના સપ્ટેમ્બર મહિનામાં લંડનમાં મળેલી બીજી ગોળમેજી પરિષદ દરમિયાન ખેંચવામાં આવી હતી.

આ તસવીર પર ગાંધીજીએ પોતાના નામની સહી પણ કરી છે. ફોટોગ્રાફની પાછળ ગ્રેટ બ્રિટનની અસોસિએટ પ્રેસનો કોપીરાઈટ સ્ટેમ્પ છે.અમેરિકાસ્થિત એક ઓકશન-હાઉસે આ તસવીર માટે ૭ માર્ચ સુધીમાં બીડ રજૂ કરવાનો સમય આપ્યો છે. નિષ્ણાતોના અંદાજ મુજબ આ તસવીર લગભગ ૬.૫ લાખ રૂપિયામાં વેચાઈ શકે છે.

You might also like