ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષનાં રંગારંગ કાર્યક્રમ સાથે ઉજવણી

ઓકલેન્ડ : નવ વર્ષ 2017એ ન્યૂજીલેન્ડમાં પ્રથમ પગરવ માંડ્યો છે. ભારતીય સમયાનુસાર સાંજે 4.30 વાગ્યે ન્યૂઝીલેન્ડના સ્થાનિક સમયાનુસાર નવુ વર્ષ ચાલુ થઇ ચુક્યું છે. આ પ્રસંગે ન્યુઝીલેન્ડનાં શહેર ઓકલેન્ડમાં રંગારંગ આતાશબાજી પણ જોવા મળી હતી. લોકોએ ઉજવણી કરીને નવ વર્ષનું સ્વાગત કર્યું હતું.

ઓખલેન્ડમાં લોકોએ રાત્રીનાં બાર વાગ્યા સુધી ઉજવણીનાં મૂડમાં જોવા મળ્યા હતા. લોકો ભારે આતુરકાપુર્વક નવા વર્ષની રાહ જોઇ રહ્યાહ તા. ખાસ કરીને એ માટે પણ કે ન્યુઝીલેન્ડ એવો દેશ છે જ્યાં સૌથી પહેલા નવુ વર્ષ આવે છે. સ્થાનિક સમયાનુસાર રાત્રે 12.00 વાગ્યે સમગ્ર ઓકલેન્ડ રંગારંગ કાર્યક્રમો અને ઉજવણીમાં ડુબી ગયું હતું.

ન્યુઝીલેન્ડ માં સમાયનુસાર સૌથી પહેલા નવા વર્ષનો પગરવ થયો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા અને એશિયન દેશોમાં નવા વર્ષની શરૂઆત થતી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુર્યની ગતિના આધારે દિવસ ગણવામાં આવે છે. જેના અનુસાર પ્રથમ ન્યુઝીલેન્ડમાં નવુ વર્ષ આવે છે.

You might also like