ડોનાલ્ડ ટ્રંપ પર હુમલાનો પ્રયત્ન, આબાદ બચાવ

વોશિંગ્ટન: અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારની દોડમાં આગળ ચાલી રહેલા ડોનાલ્ડ ટ્રંપ ઓહિયોની પોતાની રેલીમાં એક વ્યક્તિએ તેમના પર હુમલાનો પ્રયત્ન કર્યો ત્યારે માંડ-માંડ બચ્યા હતા.

પોલીસે આ વ્યક્તિને ટ્રંપ સુધી પહોંચતાં પહેલાં પકડી લીધો હતો. પોલીસે તેને હુમલા બાદ ટ્રંપને ભારે જહેમત બાદ ભીડમાંથી બહાર કાઢ્યા હતા.

આ પહેલાં તેમની શિકાંગો રેલીમાં પણ હંગામો થયો હતો અને રેલીમાં હંગામો કરવાના આરોપમાં ભારતીય મૂળના પત્રકાર સોપાન દેબને પોલીસે કસ્ટડીમાં લીધો હતો. સોપાન સીબીએસ ન્યૂઝનો રિપોર્ટર છે અને તે ટ્રંપની રેલીને કવર કરવા માટે ગયો હતો. હંગામા લીધે ટ્રંપની શિકાગો રેલીને રદ કરવામાં આવી હતી.

સીબીએસ ન્યૂઝના રિપોર્ટ અનુસાર દેબે આરોપ લગાવ્યો છે કે તેમને જમીન પર ફેંકવામાં આવ્યો અને નોટીસ કે ચેતાવણી વિના હથકડી લગાવવામાં આવી. ન્યૂઝ ચેનલને પોતાના રિપોર્ટમાં કહ્યું કે તેમના વીડિયો અને એક ક્રૂના વીડિયોમાં દેબ વિરોધ કરતાં જોવા મળી રહ્યાં નથી.

દેબે કહ્યું કે ‘ટ્રંપના એક સમર્થકે રેનો કાર્યક્રમમાં મને પૂછવામાં આવ્યું કે શું હું આઇએસઆઇએસના ફોટો લઇ રહ્યો છું. જ્યારે મેં આશ્વર્યથી જોયું તો તેણે કહ્યું, ‘હા’ હું તને પુછી રહ્યો છું.’

You might also like