ભંસાલીની ફિલ્મ પદ્માવતીના સેટ પર ફરી તોડફોડ

મુંબઇઃ સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતીના સેટ પર ફરી એક વખત તોડફોડ થઇ છે. મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ફિલ્મના સેટ પર તોડપોડ થઇ હતી. કેટલાક અજ્ઞાત લોકોએ સેટમાં આગ ચંપી કરી હતી. સમગ્ર સેટ બળીને ખાખ થઇ ગયો છે. રાત્રે 2 વાગે કેટલાક પ્રદર્શનકારીઓ સેટ પર પેટ્રોલ બોમ્બ ફેક્યાં હતા. જેના કારણે સેટમાં ખૂબ જ નુકશાન થયું હતું. જોકે શૂટિંગને કારણે અહીં સુરક્ષા વ્યવસ્થા હતી. તેમ છતાં અહીં આ રીતની ઘટના સર્જાઇ છે. સૂચના બાદ ધટના સ્થળે પહોંચેલી પોલીસે આરોપીયોને શોધવાનું શરૂ કરી દીધું છે.

સંજય લીલા ભંસાલી બાજીરાવ મસ્તાનીની સફળતા બાદ વધુ એક ઐતિહાસિક ઘટનાક્રમને લઇને એક ફિલ્મ બનાવી રહ્યાં છે. પદ્માવતીમાં રાજસ્થાનના રાજપૂતાના ઘરાનાની રાણી પદ્માવતીની વાર્તા દર્શાવવામાં આવી રહી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લીડ રોલમાં છે. રાજપૂત ઘરાનાની મર્યાદા અને રાણીના મુસ્લિમ શાસક ખિજલી સાથેનો વિરોધ છે. રાજસ્થાનમાં કરણી સેનાએ તેનો જ વિરોધ કર્યો હતો. તોડફોડ બાદ સંજય લીલા ભંસાલી પદ્માવતીનો સેટ લઇને આવી ગયા હતા. જોકે સંજય લીલા ભંસાલીની ઓફિસમાંથી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે ફિલ્મમાં પદ્માવતી કે ખિજલીના પ્રેમસંબંધને દર્શાવવામાં આવ્યો નથી. ત્યાર બાદ ફિલ્મનું શૂટિંગ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શરૂ થયું હતું.

http://sambhaavnews.com/

You might also like