અમદાવાદનાં વસ્ત્રાલમાં દિન દહાડે PAASનાં કાર્યકર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો

અમદાવાદઃ વસ્ત્રાલ પાસે કેટલાંક અજાણ્યા શખ્સો દ્વારા દિન દહાડે હુમલો કરવામાં આવ્યો હતો. PAASનાં કાર્યકર આશિષભાઈ વસ્ત્રાલમાં નિરાંત ચોકડીથી પોતાનાં ઘર તરફ મોપેડ પર જઇ રહ્યાં હતાં ત્યારે 6થી 7 અજાણ્યા શખ્સો દ્વારા તેમનાં પર હુમલો કરવામાં આવ્યો હતો.

PAASનાં કાર્યકર પર આ હુમલો શા માટે કરાયો છે તે એક ભેદી બાબત છે. જેની હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જો કે પોલીસે પણ ફરિયાદ નોંધીને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવાની બાહેંધરી આપી છે.

You might also like