મારા પર હૂમલો એટલે દેશનાં મુસ્લિમો પર હૂમલો : જાકીર નાઇક

નવી દિલ્હી : વિવાદોમાં ઘેરાયેલા ઇસ્લામિક ઉપદેશક જાકિર નાઇકે ચેતવણી આપી છે કે તેનાં સંગઠન ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઇઆરએફ) પર પ્રતિબંધ ભારતીય મુસ્લિમોની વિરુદ્ધ અન્યાય ગણાશે. સાથે જ તેમણે કહ્યું કે તેનાં પર કોઇ પણ પ્રકારનો હૂમલો ભારતીય મુસ્લિમો પર હૂમલો છે. જાકિરે સરકાર અને દેશવાસીઓને લખેલા એક ખુલ્લા પત્રમાં કહ્યું કે તેમણે એવું કંઇ પણ નથી કર્યું જેનાં કારણે તેને દેશનાં દુશ્મન તરીકે રજુ કરવામાં આવે.

નાઇકે કહ્યું કે તેની ગેરહાજરીનાં કારણે જ તેનાં સંગઠન ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (IRF) પર પ્રતિબંધની માંગ કરવામાં આવી રહી છે. આ પત્રમાં તેમણે કહ્યું કે જો કોઇ આઇઆરએફ અથવા મારા પર પ્રતિબંધ લગાવવામાં આવશે તો તે લોકશાહી માટે મોટો ઝટકો ગણાશે. આ હું માત્ર મારા માટે નથી કહી રહ્યો. કારણ કે આ પ્રતિબંધ ભારનાં 20 કરોડ મુસ્લિમોની વિરુદ્ધ અન્યાયનાં સ્વરૂપે કામ કરશે.

નાઇકે કહ્યું કે આ હૂમલો માત્ર મારા પરન થી પરંતુ ભારતીય મુસ્લિમોની વિરુદ્ધ છે. આ હૂમલો શાંતિ, લોકશાહી અને ન્યાયની વિરુદ્ધ હૂમલો છે. તેમણે કહ્યું કે તેનાં સંગઠન પર પ્રતિબંધનું પગલું મુખ્યધારાથી કપાયેલા દરેક તત્વનો પોતાનાં અનુસાર પગલા ઉઠાવવા માટે પ્રેરિત કરશે. પોતાને મુસ્લિમો માટે સૌથી મોટા અને લોકપ્રિય વ્યક્તિ ગણાવતા નાઇકે કહ્યું કે, જો તમે મુસ્લિમ સમુદાયનાં આ વ્યક્તિને નીચુ દેખાડવા અને શેતાનનાં સ્વરૂપ રજુ કરશો તો બાકી તમામ બિલ્કુલ સરળ થઇ જશે. માટે હું વિચારી રહ્યો છું કે જે પણ થઇ રહ્યું છે તે એક કાવત્રું છે, અને ઇમાનદારીથી કહું તો મને કોઇ કારણ નથી દેખાઇ રહ્યું.

You might also like