પંજાબમાં કેજરીવાલની ગાડી પર હુમલો

પંજાબના લુધિયાણામાં દિલ્હીના પ્રધાનમંત્રી કેજરીવાલની ગાડી પર હુમલો થયો છે. આજે કેટલાક લોકોએ કેજરીવાલની ગાડી પર ડંડા અને પથ્થરોથી હુમલો કર્યો હતો.  જેમાં કારનો ફ્રંટ ગ્લાસ તૂટી ગયો છે.  આ મામલે કેજરીવાલે જાતે ટ્વીટ કરીને તેમની પર થયેલા હુમલાની જાણકારી આપી છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે કોંગ્રેસ અને અકાલી દળ તેમાંથી ડરી ગયા છે અને તેમના આત્મવિશ્વાસને તોડવા માટે તેમની પર હુમલો કરવામાં  આવ્યો છે. કેજરીવાલ પંજાબમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ત્યાના પ્રવાસે ગયા હતા. દિલ્હીમાં તો કેજરીવાલનું રાજ ચાલી જ રહ્યું છે. ત્યારે અન્ય રાજ્યોમાં પણ પોતાની પાર્ટી સ્થાન જમાવે તે આશયથી પાર્ટીના મુખીયા તરીકે પંજાબની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમની કાર પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. આ મુદ્દે આપના અન્ય કાર્યકરતાઓ પણ ટ્વીટ કરી અને તીખી પ્રતિક્રિયાઓ આપી હતી.

You might also like