બાંગ્લાદેશમાં હિન્દુ લેક્ચરર રિપન ચક્રવર્તી પર જીવલેણ હુમલો

ઢાકા: બાંગ્લાદેશમાં સંદિગ્ધ ઇસ્લામી હુમલાવરોએ બુધવારે એક હિન્દુ લેક્ચરરના મકાનમાં ઘૂસીને તેમના પર હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો, જેથી તે ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મુસ્લિમ વર્ચસ્વવાળા દેશમાં અલ્પસંખ્યકો અને ધર્મનિરપેક્ષ વિચાર ધરાવનારાઓ થઇ રહેલા હુમલાની કડીમાં આ તાઝા ઘટના છે. પરંતુ લેક્ચરર આ હુમલામાં જીવિત બચી ગયો.

પોલીસે જણાવ્યું કે નજીમુદ્દીન સરકારી યુનિવર્સિટી કોલેજમાં ગણિતના લેક્ચરર 50 વર્ષીય રિપન ચક્રવર્તી પર મદારીપુર સ્થિત તેમના ઘરે કાલે સાંજે જીવલેણ હુમલો થયો.

ત્રણ હુમલાવરોએ ઘરમાં ઘૂસીને રિપન ચક્રવર્તીના માથા, ગરદન અને ખભા પર હુમલો કર્યો. તેના પર તેમણે હોબાળો મચાવ્યો અને પડોશીઓએ દોડી આવીને એક હુમલાવરને પકડી પાડ્યો. જો કે બાકી હુમલાવર ભાગી નિકળ્યા.

મદારીપુરના પોલીસ અધિક્ષક સરવર હુસૈને કહ્યું, ધરપકડ કરવામાં આવેલા હુમલાવરોની અમે પૂછપરછ કરી રહ્યાં છીએ. અમને શંકા છે કે તે કોઇ આતંકવાદી સમૂહના સભ્ય હોઇ શકે છે.

પોલીસના એક ઉપ નિરીક્ષકે જણાવ્યું કે ત્રણ હુમલાવરોએ રિપન મકાનના દરવાજાને ખખડાવ્યો અને દરવાજો ખોલતાં જ તેમના પર હુમલો કરી દીધો. ગંભીર રીતે ઘાયલ થયેલા ચક્રવર્તીની સારવાર દક્ષિણ-પશ્વિમી બારિસાલ સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે.

You might also like