દલિતના વાળ કાપનાર નાઇ પર હુમલોઃ માતા-પુત્રને ગંભીર ઇજા

અમદાવાદ: મહેસાણાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામે દલિતના વાળ કાપનાર નાઇ પર માથાભારે શખસોએ હુમલો કરતા દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં માતા-પુત્રને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઉમરેચા ગામમાં હેરસલુન ધરાવતા એક નાઇ યુવાન દુકાન પર હતો ત્યારે ચાર થી પાંચ માથાભારે શખસો આવ્યા હતા અને નાઇ યુવાનને દલિતના વાળ કેમ કાપશ તેમ કહી માર માર્યો હતો. દરમ્યાનમાં યુવાનની માતા જશીબહેન વચ્ચે પડતા તેના પર પણ હુમલો કરાતા બંને માતા-પુત્રને ઇજા થઇ હતી. પોલીસે ચાર શખસો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

You might also like