પાલનપુરમાં મૃત પશુને ઉપાડવાની ના પાડનાર દલિત પર હૂમલો

પાલનપુર : અમીરગઢ તાલુકાના મોટાકરઝા ગામમાં દલિત પરિવારે રાત્રે મૃત પશુ ઉપાડવાની ના પાડતા જમી રહેલા પરિવારનાં 8 સભ્યો પર 6 શશ્કોએ હૂમલો કર્યો હતો. એક સગર્ભા મહિલાને પણ હૂમલાખોરોએ પેટ પર લાત મારીને ખાટલા પરથી નીચે પાડી દીધી હતી. અમીર ગઢ પોલીસે આ અંગે મોડી રાત્રે જ આરોપીઓ સામે કાર્યવાહી કરતા તમામની ધરપકડ કરી લીધી છે. ઘટના બાદ બનાસકાંઠા દલિત સમાજમાં આક્રોશનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

પોલીસે પરિસ્થિતી જોતા ગામનાં દલિતવાસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. મોટાકરઝાનાં બટવરસિંહ બાબરસિંહ ચૌહાણે શુક્રવારે સાંજે નિલેષ રણાવાસિયાના ઘરે જઇ પોતાનાં ખેતરમાં રહેલ મૃત પશુ ઉપાડવા માટે જણઆવ્યું હતું. જો કે નિલેષે મૃત પશુ ઉપાડવાની ના પાડી હતી. જેનાં કારણે ઉશ્કેરાયેલા બટવરસિંહ અને છ જેટલા શખ્સોએ તેનાં પરિવાર પર હૂમલો કર્યો હતો. આ દરમિયાન જ નરેન્દ્રસિંહ ઘમાં ઘુસી અને સગર્ભા સંગીતા બેનનાં પેટ પર લાત મારી હતી.

ઘટના પગલે દલિતવાસનાં આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. દલિત પરિવારનો બચાવ કર્યો હતો. સાત માસનો ગર્ભ ધરાવતી સંગીતા બેનને 108 મારફતે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે 2.30 વાગ્યે પોલીસે પીડિત પરિવારની ફરિયાદનાં આધારે ગુનો નોંધીને તાબડતોબ તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.

You might also like