અમદાવાદમાં 70 વર્ષનાં વૃદ્ધા પર હૂમલો : પોલીસનો ભીનુ સંકેલવાનો પ્રયાસ

અમદાવાદ : શહેરમાં આવેલી ખજૂરીની પોળમાં રહેતા 70 વર્ષનાં માજી પર ફ્રેક્ચર ગેન્ગ દ્વારા કથિત રીતે હૂમલો કરવાની ઘટનાં સામે આવી છે. મકાન ખાલી કરાવવા માટે આ ગેંગના સભ્યો દ્વારા હૂમલો કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો કે સદભાગ્યે આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.પોલીસ ચોકીની દિવાલ કુદીને આવેલા આ તત્વોએ પાઇપ અને બેઝબોલનાં બેટ વડે હૂમલો કર્યો હતો. તેઓએ માજીની અવસ્થા પર નજર કર્યા વગર જ માજીને ઢોરમાર માર્યો હતો. જો કે સૌથી ચોકાવનારી બાબત છે કે આ હૂમલાખોરોને પોલીસ છાવરી રહી હોય તેવું લાગી રહ્યું છે. હૂમલો કરનારા આ શખ્સો પોલીસચોકીની દિવાલ કુદીને જ આવ્યા હતા. ઉપરાંત હવે પોલીસ ફરિયાદ લેવાનો પણ ઇન્કાર કરી રહી છે.
વર્ષોથી ખજૂરીની પોળમાં આવેલા મકાનમાં રહેતા માજી 60 રૂપિયા ભાડુ ચુકવે છે. આમ છતા પણ તેમને મકાન ખાલી કરાવવા માટે છેલ્લા લાંબા સમયથી ધમકાવવામાં આવતા હતા. જો કે હવે માજીપાસે મકાન ખાલી કરાવવા માટે અસામાજિક તત્વોની મદદ લેવામાં આવી હતી. મકાનમાં બે વૃદ્ધ મહિલાઓ અને એક વૃદ્ધ કાકા રહે છે. હાલ તેઓ પર જીવનું જોખણ હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ઘટનાં અંગે મળતી માહિતી અનુસાર મુળ માલિક મધુકર ચિમનલાલે રમેશભાઇ ઠક્કરને પાવર ઓફ એટર્ની કરી આપી છે.
રમેશભાઇએ મહાદેવભાઇ ઠક્કર નામની વ્યક્તિને વેચ્યું છે. ઉપરાંત કોર્ટમાં પણ આ વૃદ્ધા બે વખત કેસ જીતી ચુક્યા છે. તેમછતા પણ તેઓને વારંવાર મકાન ખાલી કરવા માટે ધમકીઓ આપવામાં આવી રહ્યા છે. જો મકાન ખાલી ન કરે તો ધમકીઓ અપાઇ રહી હતી. જો કે આજે વૃદ્ધ પરિવાર પર અસામાજિક તત્વો દ્વારા હૂમલો પણ કરવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર મામલે પોલીસ ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે હૂમલા અંગે ફરિયાદ લેવાની પણ મનાઇ કરી દીધી છે.

You might also like