અલ્લાહુ અકબર બોલીને બેલ્જિયમમાં પોલીસ અધિકારી પર છરા વડે હૂમલો

બેલ્જિયમ : બે બેલ્જિયન પોલીસ ઓફીસરને એક વ્યક્તિએ ઘાયલ કર્યા હતા. તે વ્યક્તિએ અલ્લા હો અકબર પોકારતા પોકારતા બંન્ને પોલીસ ઓફીસર પર હૂમલો કર્યો હતો. જો કે હાલ બંન્ને પોલીસ ઓફીસર સકુશળ છે. ઉપરાંત પોલીસે વળતો બચાવ કર્યો હતો. જેમાં હૂમલાખોર પણ ઘાયલ થયો હતો. જો કે હાલ પોલીસ અને હૂમલાખોર તમામને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ ગંભીર રીતે ઘાયલ હૂમલાખોરની કોઇ પુછપરછ થઇ શકી નથી.

ઘટનાં નજરે જોનાર એક મહિલાએ સ્થાનિક ચેનલને જણાવ્યું હતું કે, અમે અચાનક જ ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો અને ગણત્રીની મીનિટોમાં એક એમ્બ્યુલન્સ ઘસી આવી હતી. શું થઇ રહ્યું છે તેનો કોઇ ખ્યાલ આવે તે પહેલા પોલીસનો કાફલો દોડી આવ્યો અને તેણે સમગ્ર વિસ્તારને સિલ કરી દીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, બેલ્જિયમમાં માઇનોરિટીમાં સૌથી વધારે વસ્તી મુસ્લિમોની છે. ઉપરાંત માર્ચમાં એક હૂમલો થયો હતો. જે આઇએસઆઇએસનાં સમર્થકોએ કર્યો હોવાનું મનાઇ રહ્યું છે. ઉપરાંત અહીં મોટા પ્રમાણમાં ISISનાં સમર્થકો હોવાનું પણ પોલીસ માને છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક કારણોથી સરકાર સામે પણ લોકોમાં ભારે રોષની લાગણી છે.

ચાર્લરોઇ એક ઔદ્યોગિક શહેર છે જે વૈલોનિયામાં આવેલું છે. અત્રે નોંધનીય છે કે, હાલ આ શહેર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. જ્યારથી કોલસાની ખાણ અને સ્ટીલ ઉદ્યોગની કેટલીક ફેક્ટ્રીઓ બંધ થઇ છે. ઉપરાંત બેલ્જિયમમાં હૂમલો કરનાર ISISનાં આતંકવાદીનું ઘર પણ આ શહેરમાં જ આવેલું છે.

You might also like