અફધાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર હૂમલો : 2 આતંકવાદી ઠાર

કાબુલ : અફધાનિસ્તાનમાં મઝાર એ શરીફ શહેરમાં આવેલ ભારતીય રાજદૂત મિશનનાં આતંકવાદીઓએ ઘુસવાનાં પ્રયાસ કલાકો પછી પણ ત્યાં ઘર્ષણ ચાલી રહ્યું છે. સુરક્ષાદળોએ આખા વિસ્તારમાં સર્ચ ઓપેરશન હાથ ધર્યું છે. ભારતીય રાજદૂતોનાં અનુસાર વાણિજ્ય દૂતાવાસમાં તમામ લોકો સુરક્ષીત છે. અફધાનિસ્તાનમાં ભારતીય રાજદુત અમર સિન્હાએ જણાવ્યું કે મજાર એ શરીફમાં વિશેષ દળો દ્વારા શોધખોળ અભિયાન ચલાવાઇ રહ્યું છે. હજી પણ સતત ગોળીબાર ચાલી રહ્યો છે.
સિન્હાએ જણાવ્યું કે વલ્ખ પ્રાંતનાં ગવર્નર અતા મોહમ્મદ નૂર પોતે પરિસ્થિતી પર નજર રાખી રહ્યા છે. એખ ટ્વીટમાં સિન્હાએ જણાવ્યું કે વાણિજ્ય દૂતાવાસમાં તમામ લોકો સુરક્ષીત છે. ઉલ્લેખનીય છે કે ગત્ત રાત્રીએ આતંકવાદીઓએ મજાર એ શરીફ ખાતે આવેલ ભારતીય દૂતાવાસમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ભારે ગોળીબાર અને વિસ્ફોટોનાં અવાજ સાંભળવા મળ્યા હતા. ભારતીય દૂતાવાસ પર હૂમલાનાં પ્રયાસમાં બે અજાણ્યા હૂમલાખોરો સાથે ભારતીય અને અફધાન સુરક્ષા દળોએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું છે.

You might also like