હુમલામાં મૃત્યુ પામેલા NIA ઓફિસર તંજીલના સંતાનોના નિવેદન લેવાશે

નવી દિલ્હી: એટીએસ આથવા એસટીએફ બિજનોરમાં બદમાશોના હુમલામાં મૃત્યુ પામેલા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અધિકારી તંજીલ અહમદના પુત્ર અને પુત્રીનું નિવેદન રેકોર્ડ કરશે. જ્યારે તંજીલ અહમદ પર અજ્ઞાત બદમાશોએ શનિવાર રાતે અંધાધૂંધ ફાયરિંગ થયું હતું ત્યારે આ બે સંતાનો ગાડીમાં પાછળની સીટ પર બેઠા હતા.

પત્નીને ફોર્ટીસ હોસ્પિટલમાં લઇ જવાઇ
તંજીલ અહમદની પત્ની પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને હાલમાં તેનો નોયડાની ફોર્ટીસ હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. હાલમાં તે પોલીસ સાથે વાત કરવાની કોઇ હાલતમાં નથી એટલે તપાસ એજન્સીઓના અધિકારીઓના નજરમાં આ બે સંતાનો સૌથી મહત્વના સાક્ષી છે.

તંજીલના બે સંતાનો દિલ્હીમાં છે
બંને બાળકો હાલમાં દિલ્હીમાં છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે છોકરો પિતાના મૃત્યુના આઘાતમાં છે. તેમ છતાં તપાસ એજન્સીના અધિકારીઓ તેમનું નિવેદન રેકોર્ડ કરવાનો પ્રયત્ન કરી રહી છે.

લગ્નની સીસીટીવી ફુટેજમમાં સંશોધન કરી રહી છે તપાસ એજન્સી
એનઆઇએના ડીસીપી પર જ્યારે હુમલો થયો ત્યારે તેઓ તેમની ભત્રીજીના મેરેજમાંથી પરત ફરી રહ્યા હતા. તપાસ એજન્સી હાલમાં તે લગ્નની વિડીયો ફુટેજમાં સંશોધન કરી રહી છે. જ્યાં લગ્ન થયાં હતાં, તેની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાની ફુટેજ પણ જોવામાં આવી રહી છે.

દિલ્હીમાં દફનાવિધિ કરાઇ 
તંજીલ અહમદને દિલ્હીમાં જામિયા કબ્રસ્તાનમાં રવિવાર સાંજે દફનાવામાં આવ્યા. ત્યાં તેમને રાજકીય સમ્માન સાથે સત્તાવાર સલામી આપવામાં આવી. ત્યારે જ ત્યાં હાજર લોકોએ જય હિંદ અને હિંદુસ્તાન જિંદાબાદની સાથે યુપી સરકાર હાય હાય અને તંજીલ અહમદ અમર રહેના સૂત્ર્ત્રોચાર કર્યા.

You might also like