ગુજરાત સહિત BJP શાસિત 4 રાજ્યોમાં ATM બહાર ‘No Cash’નું બોર્ડ, સીએમ યોગીએ બોલાવી મહત્વની બેઠક

ગુજરાત સહિત ભાજપ શાસિત 4 રાજ્યોમાં ATMમાં રોકડનું સંકટ ઘેરુ બનતું જાય છે. ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં એટીએમમાં રોકડ નહી હોવાથી લકોને ભારે હાલાકી પડી રહી છે.

એક મળતાં અહેવાલ મુજબ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સંકટને લઇને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. તો બીજી તરફ મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહે રોકડના સંકટને એક સાજિશ ગણાવી હતી. ભાજપ શાસિત ચારેય રાજ્યોના અનેક ગામોના એટીએમમાં રોકડની અછત જોવા મળી રહી છે.

એટીએમમાં રોકડની અછતને લઇને આરબીઆઇ અને કેન્દ્ર સરકાર એકશનમાં આવી ગઇ છે. નોટબંધી બાદ દેશમાં જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેવું ફરી જોવા મળી રહ્યું છે. એટીએએમ બહાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જ્યારે વિશ્લેષકોનું અનુમાન છે કે બેકમાં કેશ ડિપોઝીટનો ફ્લો ઘટી ગયો છે.

લોકો બેંકોમાં કેશ જમા કરાવતા નથી. જ્યારે બીજી તરફ આરબીઆઇ તરફથી કેશની ડીમાન્ડ પુરી થઇ રહી નથી. બેન્ક જેટલું ડિમાન્ડ કરી રહી છે તેટલા નાણા પણ મળી રહ્યાં નથી.

You might also like