2000 રૂપિયા સાથે લોકો ફસાયા છૂટ્ટાની રામાયણમાં, હજી પણ અનેક જગ્યાએ ATM બંધ

નવી દિલ્હીઃ ATM સેન્ટર અને બેંકોમાં દિવસ દરમ્યાન લાંબી લાઇનોમાં ઉભા રહ્યા ઘણા લોકોને પૈસાની ઉણપને કારણે ખાલી હાથે પરત આવું પડી રહ્યું છે. જોકે 500 અને 1000ની નોટોનો ઉપયોગ પબ્લિક યૂટિલિટી બિલ્સમાં ઉપયોગ કરવાની અવધિ વધારીને 72 કલાક કરી દેવામાં આવી છે. એટલે કે પેટ્રોલ પંપ, હોસ્પિટલ, ટ્રેન બુકિંગ, એર અને બસ બુકિંગમાં આ નોટોનો ઉપયોગ હજી 72 કલાક કરી શકશે. પરંતુ તેની સામે છુટ્ટાની રામાયણને કારણે પ્રશ્ન તો ઠેરનો ઠેર જ છે.

સરકારે ભલે અવધી વધારી હોય, પરંતુ બજારમાં છુટ્ટા પૈસાની અછત હોવાથી માન્ય જગ્યાઓએ પણ 500 કે હજારની નોટ લેવામાં આવતી નથી. ગ્રાહકને ફરજીયાત પણે 500 કે 1000નું બિલ કરવું પડે છે. તો જ તે નોટ સ્વિકારવામાં આવે છે. આ સાથે બેંકો દ્વારા પણ મની એક્સચેન્જમાં 4000 રૂપિયા સામે 2000ની નોટો આપવામાં આવી રહી છે. જેને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઓલ ઇન્ડિયા બેંક એપ્લોઇઝ એસોશિયેશનના એક નેતાએ જણાવ્યું છે કે મનીએક્સચેન્જ માટે પૂરતી તૈયારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી નથી. જેને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે.

RBIના મહાસચિલ સી.એચ. વેંકટાચલમને જણાવ્યું છે કે ગ્રામીણ અને નાના ગામોમાં 46000 બેંક શાખાઓમાં 36000 ATM છે. જ્યાં ઓછા મૂલ્ય વાળી નોટોની અત્યંત જરૂર છે. જેથી સામાન્ય વ્યક્તિને 500 અને 1000ની નોટ બદલવા પર નાના મૂલ્ય વાળી નોટ પ્રાપ્ત થઇ શકે. આ તરફ સરકારે શુક્રવારથી ATM ખૂલ્લા મૂકવાની જાહેરાત કરી હતી. પરંતુ હજી પણ ઘણી જગ્યાએ ATM બંધ પરિસ્થિતીમાં છે. જેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે.

You might also like