બારડોલી પોલીસ લોકપમાંથી ATM ચોર ફરાર: જીલ્લાભરની પોલીસે કરી નાકાબંધી

બારડોલી: બારડોલી પોલીસના લોકપમાં બંધ રીઢા આરોપી વહેલી સવારે લોકપ પર મારેલી હાથકડી ખોલી રફુચક્કર થઇ જવાની ઘટનામાં બારડોલી પોલીસની ઊંઘ ઉડાડી દીધી હતી. જયારે જીલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસ નાકાબંધીમાં લાગી હતી.

સમગ્ર ગુજરાતમાં ATM ને ટાર્ગેટ કરતી ગેગ સક્રિય હતી અનેક ચોરીને અંજામ આપી રાતના અંધારામાં ફરાર થઇ જતી. સુરતના બારડોલી અને કોસંબા પોલીસની હદમાં એ.ટી.એમ તોડી લાખોની કેશની ચોરી કરી આ ટોળકી રાતના અંધારામાં ગાયબ થઇ ગઈ હતી. જોકે આ ટોળકી અમદાવાદ શહેરમાં એ.ટી.એમને ટાર્ગેટ કરે એ પહેલા અમદાવાદ કાઈમ બ્રાન્ચના હાથે આ ગેંગ ઝડપાઈ હતી અને આ ગેન્ગના બે આરોપી બારડોલી અને કોસંબા પોલીસની હદમાં એ.ટી.એમ ચોરીની કબુલાત કરતા બે આરોપીને કોસંબા પોલીસ સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી રામપ્રકાશ બિન અને ચેતન પરમાર નામના બે આરોપીને લાવી પુછપરછ કરી હતી. ત્યારબાદ આ આરોપીને બારડોલી પોલીસ કોસંબા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ થી લઇ ગઈ હતી. પરંતુ આ રીઢા આરોપી બારડોલી પોલીસના લોકપ માંથી ભાગી જતા બારડોલી પોલીસને પરસેવો છૂટી ગયો છે.

રીઢા આરોપી બારડોલી લોકપમાં હોય અને સી.સી.ટીવી બંધ હાલતમાં સાથે પી.એસ.ઓ મહિલા અધિકારી સિવાય કોઈ હાજર ન હતું. તે સમયે આ રીઢા ચોરોએ લોકપ પર તાળાની જગ્યા પર હાથકડી મારી હતી જે આરોપી ખોલી બિન્દાસ બહાર નીકળી ગયા હતા. બારડોલી પોલીસ મથકમાં લગાવેલ સી.સી.ટીવી બંધ હાલતમાં હોવાથી આરોપી કઈ રીતે ભાગ્યા એ પણ જાણી શકાતું નથી. એટલે કહેવાય છે કે ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવા ઘાટ સર્જાયા હતા.

સુરત જીલ્લામાં લોકપ માંથી ભાગેલા આરોપીની વાત કરીએ માંડવી સબ જેલમાંથી હાલમાં જ થોડા સમય પહેલા ચોરીના બે આરોપી ભાગી જવાની ઘટના બની હતી.તે અગાવ કામરેજ પોલીસ સ્ટેશનના નવા બનાવેલ લોકઅપ માંથી બારીની ગ્રીલ તોડી રીઢા બે આરોપી ભાગી છૂટ્યા હતા. છતાં પોલીસે કોઈ શીખ નહી લેતા ફરી એ.ટી.એમ ચોરીના બે રીઢા આરોપી બારડોલી પોલીસ સ્તેસંના લોકપ માંથી ભાગી જતા સુરત જીલ્લાની પોલીસ દોડતી થઇ છે.

You might also like