હવે પિનની જગ્યાએ હૃદયના ધબકારા ATMનો પાસવર્ડ બનશે

નવી દિલ્હી: આગામી દિવસોમાં તમારા હૃદયના ધબકારા એટીએમના પિન નંબર તરીકે કામ કરશે, જોકે આ ટેકનિક હજુ ભારતમાં આવતા થોડો સમય લાગશે. રિઝર્વ બેન્કે ૨જી જૂનના રોજ સંબંધિત સમિતિને સુરક્ષાનીતિ તૈયાર કરવા આદેશ કર્યો છે. નવી ટેકનિક લાવવામાં પ્રાઈવેટ બેન્કો પણ પાછળ નથી. એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ જેવી પ્રાઈવેટ બેન્કો પણ પાસવર્ડ કે પિન નંબરની જગ્યાએ આ પ્રકારની ટેકનિકનો અમલ કરવા પણ સક્રિય વિચારણા કરી રહી છે. ડીસીબી બેન્કે પણ એટીએમમાં ફિંગર પ્રિન્ટ સ્કેનરની શરૂઆત કરી દીધી છે.

પ્રત્યેક વ્યક્તિના હૃદયના ધબકારા અલગ અલગ હોય છે. આ વિશિષ્ટતાનો લાભ ઉઠાવીને કેનેડાની કંપની નેયમીએ આ ટેકનિક પર સંશોધન હાથ ધર્યું છે. હૃદયના ધબકારાનો એટીએમ પીન તરીકે ઉપયોગ કરવા માટે દરેક વ્યક્તિએ હાથમાં એક બેન્ડ પહેરવો પડશે. આ બેન્ડની મદદથી વ્યક્તિના ધબકારા અંગે ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે. ધબકારાની ઓળખ થતાંની સાથે જ એટીએમ મશીનથી રૂપિયા ઉપાડી શકાશે.

દુનિયાભરમાં કેટલીય બેન્કો હવે ઝડપથી પિન કે પાસવર્ડની જગ્યાએ નવી ટેકનિકનો અમલ શરૂ કરી દીધો છે, જેમાં સિગ્નેચર વેરિફિકેશન અને બાયોમેટ્રિક ટેકનિક મુખ્ય છે.

You might also like