સાઈબર એટેકને પગલે અમદાવાદના 25000 ATM 2 દિવસ માટે બંધ કરાયા

અમદાવાદ: દુનિયાભરમાં 100થી વધુ દેશોમાં થયેલા રૈનસમવેર અટેકથી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. આ સાયબર હુમલાની અસર બેંકો અને ATMને પણ થઇ શકે છે. તેની શંકાના આધારે ગુજરાતની બેંકોને એલર્ટ કરવામાં આવી છે. દેશભરમાં મોટી સંખ્યામાં એટીએમ બંધ કરવાનો આદેશ આરબીઆઇ દ્વારા આપવામાં આવ્યો છે. આ આદેશને પગલે અમદાવાદમાં તમામ એટીએમ બંધ કરી દેવામાં આવ્યા છે.

રૈનસમવેર અટેક એટીએમ પર પણ થઇ શકે છે. નોટબંધી બાદ રેનસમવેર વાયરસના કારણે એટીએમ બંધ થયા છે. જેને કારણે લોકોની મુશ્કેલી ફરી વધી છે. અમદાવાદમાં 25 હજાર એટીએમ બંધ કરી દેવામાં આવ્યા છે. આ એટીએમ આગામી બે દિવસ સુધી બંધ રહેવાના છે. જોકે, સુરક્ષાના કારણોસર ATM બંધ કરાયાં છે. આ પછી એટીએમ ચાલુ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

નોંધનીય છે કે આ સાઇબર હુમલાએ ભારત સહિત દુનિયાભરના 150 દેશોને અસર પહોંચાડી છે. જાણવા મળી રહ્યું છે કે ‘શેડો બ્રોકર્સ’ના નામથી કામ કરનારા હેકર્સ એક ફાઇલને પરત કરવા માટે 300 ડોલર બિટકોઇનની માંગણી કરી રહ્યા છે અને શનિવાર સાંજ સુધી એ લોકો પાસેથી 25000 ડોલર બિટકોઇન વસૂલાત કરી ચૂક્યા છે. આ આંકડો હજુ વધે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હકીકતમાં હેકર્સ આ અટેક દ્વારા સિસ્ટમને પાસવર્ડથી લોક કરી દે છે.

http://sambhaavnews.com/

You might also like