Categories: Gujarat

દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ATM સેન્ટર બંધ રહ્યાં 

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાળું નાણું, નકલી નોટ અને ભ્રષ્ટાચાર પર અંકુશ મુકવા ગઇ કાલ મધરાતના બાર વાગ્યાથી ચલણમાં હયાત રૂ.પ૦૦ અને રૂ.૧૦૦૦ની નોટ પર પ્રતિબંધ મુકાતાં સમગ્ર દેશમાં હલચલ મચી ગઇ છે. કેન્દ્રીય સરકારની આર્થિક ક્ષેત્રની ‘સર્જિકલ સ્ટ્રાઇક’થી ભલભલા ઊંઘતા ઝડપાયા છે. આની સાથે સાથે નવી રૂ.પ૦૦ અને રૂ.ર૦૦૦ની નોટ ચલણમાં મૂકવાની દિશામાં સમયબદ્ધ કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અનુસાર આજે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત તમામ બેન્કનાં ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ મશીન) આજે બંધ રહ્યાં છે.

ગઇ કાલે રાત્રે શહેરનાં સઘળાં એટીએમ સેન્ટરની બહાર રદ કરાયેલી રૂ.પ૦૦ અને રૂ.૧૦૦ની નોટને પોતાનાં બેન્ક ખાતામાં જમા કરાવવા નાગરિકોની લાંબી લાંબી કતારો લાગી હતી. સેંકડો લોકોએ એટીએમમાંથી નાની નોટના સ્વરૂપમાં રોજના વિનિમય માટે જરૂરી રકમ ઉપાડી હતી. એક પ્રકારે એટીએમની અંદર-બહાર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

પરંતુ આજે તો અમદાવાદ સહિત દેશભરની તામ સરકારી, ખાનગી, કો-ઓપરેટિવ, બેન્કનાં એટીએમનાં શટર પડી ગયાં છે. કેન્દ્રીય નાણા વિભાગની માર્ગદર્શિકા મુજબ સમગ્ર દિવસભર એટીએમ ઠપ રહેશે. દેશમાં પ્રથમ એટીએમ મશીન મૂકવાનો શ્રેય હોંગકોંગ બેન્ક શાંધાઇ કોર્પો. (એચ.એસ.બી.સી.) નામની ખાનગી બેન્કને જાય છે. આ ખાનગી બેન્કે વર્ષ ૧૯૮૭માં મુંબઇની પોતાની બેન્કમાં એટીએમ મશીન ઉપયોગમાં લીધું હતું. જ્યારે સરકારી બેન્કોમાં ઇન્ડિયન બેન્કે વર્ષ ૧૯૮૭થી પોતાના ગ્રાહકો માટે એટીએમની સેવાનો શુભારંભ કર્યો હતો.

જ્યાં સુધી ગુજરાતનો પ્રશ્ન છે આપણું રાજ્ય બે‌ન્કિંગનાં તમામ ક્ષેત્રમાં સ્વાભાવિક રીતે અગ્રણી હોઇ અમદાવાદ સહિત રાજ્યભરમાં સેંકડો એટીએમનો ધમધમાટ છે. દેશનું પ્રથમ બોલતું એટીએમ પણ અમદાવાદમાં મુકાયું છે. વસ્ત્રાપુરના અંધજન મંડળના પરિસરમાં ગત તા.૬ જૂન, ર૦૧રમાં યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ અંધજનો માટે ‘બોલતું એટીએમ’ મૂકીને નવો ઇતિહાસ સર્જ્યો હતો. ત્યારબાદ અમૂલે ગત તા.ર૪ જાન્યુ.ર૦૧૪એ આણંદ ખાતે દેશના પ્રથમ ‘મિલ્ક એટીએમ’ના શ્રીગણેશાય કર્યા હતા. પરંતુ આજે આ તમામ એટીએમમાં સન્નાટો છવાયો છે.

divyesh

Recent Posts

OMG! વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો

(એજન્સી)વોશિંગ્ટન: સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના કચરાના કારણે માછલીઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તાજેતરનું ઉદાહરણ ફિલિપાઈન્સમાં પકડાયેલી માછલીનું છે, જેના પેટમાં ૪૦…

20 hours ago

શેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા

એક એવો પર્વત કે જેનાં બંને શિખર પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેનાં દર્શન ભવ્ય અને અલૌકિક…

20 hours ago

પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો 'ધ વ્યૂ'માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ…

20 hours ago

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

20 hours ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

20 hours ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

21 hours ago