બુકાનીધારી શખસો એટીએમ તોડી રૂપિયા ૧૮.૩૦ લાખની રકમની ચોરી કરી ફરાર

અમદાવાદ: રાજકોટના કોઠારિયા રોડ પર ગોવિંદનગર રોડ પર અાવેલી બેન્કનાં એટીએમ તોડી બે બુકાનીધારી શખસો રૂ. ૧૮.૩૦ લાખની રકમની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે સઘન શોધખોળ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે રાજકોટના ગોવિંદનગરની બાજુમાં અાવેલી એક્સિસ બેન્કના એટીએમ પર છેલ્લા કેટલાક વખતથી સિક્યોરિટી ગાર્ડ નથી. ગાર્ડ વગરના એટીએમ પર મોડી રાતે બે બુકાનીધારી શખસોએ અાવી પ્રથમ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. ત્યારબાદ ગેસ કટરથી એટીએમ તોડી તેમાંથી રૂ. ૨૦૦૦ અને ૫૦૦ના દરની રૂ. ૧૮.૩૦ લાખની રકમની ચોરી કરી હતી.

અા શખસો બાઈક પર ફરાર થઈ ગયા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે તાત્કાલીક પહોંચી જઈ ડોગ સ્ક્વોર્ડની મદદથી સઘન તપાસ શરૂ કરી છે.  અા પછી અારોપીઓએ બાજુમાં અાવેલા એક બેન્કનું એટીએમ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો.  બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઈ સઘન તપાસ શરૂ કરી છે, પરંતુ ગુનેગારોનો કોઈ સગડ મળ્યા નથી.
http://sambhaavnews.com/

You might also like