સુરત શહેરમાં ATM તોડતી ગેંગ સક્રિય: CCTV માં કેદ થયા ચોર

સુરત: સુરત જીલ્લામાં એ.ટી.એમ મશીન તોડી રોકડ રકમની ચોરી કરી ભાગી ગયેલી ગેંગ હવે સુરત શહેરમાં સક્રિય થઇ છે. સુરતના અલગ-અલગ વિસ્તારમાં આવેલા એ.ટી.એમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ તસ્કરોએ કરતાં શહેર પોલીસ દોડતી થઇ છે.

બે દિવસ અગાઉ કીમચાર રસ્તા વિસ્તારમાં યુનિયન બેકનું એટીએમ તોડી લાખો રૂપિયાની ચોરી કર્યાની ઘટના વચ્ચે ગુરૂવારે સુરત શહેરમાં બે એટીએમ તોડી ચોરી કરવાના પ્રયાસ કરવાની ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી. તસ્કરો દ્વારા વહેલી સવારમાં 15 મિનિટમાં જ ચોકબજાર સ્થિત એક્સિસ બેન્ક અને મજૂરા ગેટ સ્થિત સીજેએસબી બેન્કના એટીએમને નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા પરંતુ તેઓની કરતુત સીસી ટીવી માં કેદ થઇ હતી. હાલમાં પોલીસે સીસી ટીવી ફૂટેજ મેળવી સધન તપાસ હાથ ધરી છે

મજૂરા ગેટ આઈટીસી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા સીજેએસબી બેન્કના એટીએમમાં તસ્કરો ઘૂસ્યા હતા. અને 17 મિનિટ જેટલા સમય સુધી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સફળતા મળી ન હતી. જેથી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. કોસંબાની એટીએમ તોડી ચોરીના એક દિવસ બાદ જ સુરતમાં બે એટીએમ તોડવાની ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી. ત્યારે હવે સુરત શહેર પોલીસ આ રીઢા ચોરો ને ક્યારે બેનકાબ કરશે તેતો આગામી સમય બતાવશે.

You might also like