પૂર્વી અફગાનિસ્તાન પર તાલિબાને કર્યો હુમલો, 14 પોલીસ અધિકારીઓના મોત

અફગાનિસ્તાનના પૂર્વી ગજની પ્રાંતના ઘણા જિલ્લામાં તાલિબાન આતંકિયોએ હમલાઓ કર્યા જેમાં ઓછામાં ઓછા 14 પોલીસ અધિકારીઓની મોત થઈ ગઈ છે. પ્રાંતાય પરિષદના સભ્ય હસન રજા યુસૂફે આ જાણકારી આપી હતી.

યુસૂફે જણાવ્યુ કે દિહ યાક જિલ્લામાં થયેલા હમલામાં પોલીસ પ્રમુખ અને રિઝર્વ પોલીસ કમાન્ડર સમેત સાત પોલીસ અધિકારીઓની મોત થઈ છે જ્યારે જઘતુ જિલ્લામાં સાત અન્ય અધિકારીઓ પણ માર્યા ગયા છે. આ પહેલા સોમવારની રાતથી શરૂ થયા અને દિહ યાક, જઘતૂ, અઝરિસ્તાન અને કરબાગ જિલ્લામાં મંગળવારે પણ ચાલુ જ છે.

ગજનીમાં પ્રાંતીય પરિષદના પ્રમુખ લતીફ અકબરીએ જમાવ્યુ હતુ કે તાલીબાન આતંકીઓએ દિહ યાક અને ઝઘતુમાં ઘણી ચેક પોસ્ટ પર હમલા કર્યા, જેમાં 20 થી વધારે સુરક્ષા કર્મીઓના મોત થયા છે.

તાલીબાને આ હમલાની જવાબદારી સ્વીકારતા દાવો કર્યો છે કે તેના માણસોએ જઘતૂ જિલ્લામાં જિલ્લા મુખ્યાલય અને દિહ યાકમાં પોલીસ ચેક પોસ્ટ પર કબ્જો કર્યો છે.

You might also like