આતિફ અસલમે કોન્સર્ટ અધવચ્ચે રોકીને છોકરી સાથે થઈ રહેલી છેડતી રોકી

નવી દિલ્લી: પાકિસ્તાની લોકપ્રિય ગાયક આતિફ અસલમ માત્ર સૂરોનો બાદશાહ જ નથી પરંતુ એક નેકદિલ વ્યક્તિત્વ ધરાવે છે. હાલમાં જ તેની આ નેકદિલીના દર્શન એક લાઇવ કોન્સર્ટમાં થયા હતા, જે શનિવારે કરાંચીમાં થઈ રહ્યો હતો.

મીડિયાને મળતી માહિતી પ્રમાણે શનિવાર રાત્રીના કરાંચી ઈટ 2017 કોન્સર્ટમાં આતિફના કાતિલ અવાજ પર દર્શકો ઝૂમી રહ્યા હતા ત્યારે અચાનકથી જ ગીત બંધી કરીને તેણે પોતાનો પ્રોગ્રામ રોકી દીધો હતો. આતીફની આ હરકતથી તમામ દર્શકો પણ એકદમ જ ચોંકી ગયા હતા. આતીફે સામે બેઠેલા દર્શકોની પ્રથમ હરોળમાં કેટલાક છોકરાએ એક યુવતીની છેડતી કરી રહ્યા હતા. ત્યારે આતિફે અધવચ્ચે જ શોને રોકી દીધો હતો અને પેલા છોકરાઓને કહ્યું કે શું તમે કદી આ પહેલા છોકરી નથી જોઈ? અહીં તમારી મા-બહેન પણ હોઈ શકે છે.

મળતી માહિતી પ્રમાણે શનિવાર રાત્રીના આ શો અધવચ્ચે જ રોકી દીધો હતો અને છોકરાને સંભળાવ્યું હતું અને તેઓને કહ્યું હતું કે અહીં તમારી મા-બહેન પણ હોઈ શકે છે. ત્યાર પછી આતિફના કહેવા પર એ યુવતીને સુરક્ષિત રીતે ત્યાંથી હટાવવામાં આવી હતી, ત્યાર પછી આતિફે કહ્યું કે તમીજમાં રહીને ઇન્જોય કરો તો શો લાંબો ચાલશે નહિતર જલદી પૂરો થઈ જશે. ત્યાર પછી એ છોકરાઓની બોલતી બંધ થઈ ગઈ હતી અને આટલી આબરૂ ગયા પછી તેઓ ક્યારે શો છોડીને ગાયબ થઈ ગયા એની કોઈને જાણ જ ન થઈ.

You might also like