એથ્લેટો પરના પ્રતિબંધ સામે રશિયાની અપીલ

મોસ્કો: આવતા મહિનાના રિયો ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવામાં પોતાના એથ્લેટો પર ડોપિંગ માટે મુકાયેલા પ્રતિબંધ સામે રશિયાએ અપીલ કરી છે, એમ રાષ્ટ્રની ઓલિમ્પિક સમિતિએ જણાવ્યું હતું.

રશિયન ઓલિમ્પિક કમિટી (આર.ઓ.સી.)ના પ્રવક્તાએ કહ્યું હતું કે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં અપીલ કરવામાં આવી છે જેની સુનાવણી ૧૯મી જુલાઈએ થશે. રશિયા જો આ અપીલમાં સફળ થશે તો તેના એથ્લેટોને અરજી કરવાનો સમય ફાળવવા માટે ઓલિમ્પિક માટેની છેલ્લી તારીખને લંબાવવામાં આવશે.આર.ઓ.સી. અને રશિયાના ટોચના એક ડઝન એથ્લેટો દ્વારા સંયુક્તપણે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

You might also like