ઉત્તર પ્રદેશની દરેક નદીમાં અટલજીનાં અસ્થિનું થશે વિસર્જન

નવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિધન થતાં દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કેન્દ્ર સરકારે અટલજીના નિધન પર સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. દેશના મોટાભાગનાં રાજ્યોમાં પણ રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ સાથે અટલજીનો જૂનો અને યાદગાર નાતો રહ્યો છે. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ સાત દિવસના રાજકીય શોકની જાહેરાત કરી દીધી છે. અટલજીના અસ્થિને યુપીના દરેક જિલ્લાની પવિત્ર નદીઓમાં વિસર્જિત કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશ અટલજીની કર્મભૂમિ ગણાય છે. તેઓ લખનૌના સાંસદ રહ્યા છે અને યુપીમાં ભાજપને સત્તાના શિખર સુધી પહોંચાડવામાં વાજપેયીનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, વાજપેયીજી માટે રાષ્ટ્રહિત સર્વોપરી હતું. તેઓ ભારતીય રાજનીતિમાં મૂલ્યો અને આદર્શોને પ્રાથમિકતા આપનારા, સ્વતંત્ર ભારતના માળખાગત વિકાસના દૂરદૃષ્ટા હતા.

You might also like