કારગિલ યુદ્ધમાં વાજપેયીએ LOC ઓળંગતી સેનાને રોકી હતી: વી.પી. મલિક

નવી દિલ્હી: આર્મીના પૂર્વ વડા (નિવૃત્ત) જનરલ વી.પી. મલિકે એલઓસી પાર કરીને ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈક્સની ખુલ્લે આમ પ્રશંસા કરી છે. કારગિલ યુદ્ધ વખતે લશ્કરના વડા તરીકે રહેલા જનરલ મલિકે જણાવ્યું હતું કે ૧૯૯૯માં ભારતીય સેના એલઓસી પાર કરવા માટે તૈયાર હતી, પરંતુ તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ આંતરરાષ્ટ્રીય દબાણને લઈને આ કાર્યવાહી કરવા અટકાવી હતી. વાજપેયીએ એલઓસી ઓળંગતા રોકતા આપણા જવાનો ખૂબ નારાજ હતા. ગુજરાતમાં એક કાર્યક્રમ દરમિયાન જનરલ મલિકે જણાવ્યું હતું કે હવે સર્જિકલ સ્ટ્રાઈક્સ કર્યા બાદ આપણે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ભીખ માગવાની જરૂર નથી કે પાકિસ્તાન પર ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિ રોકવા માટે દબાણ કરવામાં આવે.

You might also like