વાજપેયીજીના અસ્થિનું ગંગામાં વિસર્જન, અમિત શાહ-રાજનાથસિંહ-યોગી ઉપસ્થિત રહ્યાં

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયજીના અસ્થિયાંનું હરિદ્વારમાં તેમના પરિવારજનો દ્વારા ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું છે. પૂર્વ પીએમ અટલજીની પુત્રી નમિતા, જમાઇ રંજન ભટ્ટાચાર્ય અને પૌત્રી નિહારીકા હર કી પેડ સ્થિત બ્રહ્મકુંડ પહોંચ્યા હતા જ્યાં વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે અસ્થિઓનું ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું છે.

આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટ તેમજ હરિદ્વારથી ભાજપના સાંસદ રમેશ પોખરિયાલ નિશંક ઉપસ્થિત રહ્યાં છે.

આ અગાઉ અટલ બિહારી વાજપેયીજીની અસ્થિ કળ યાત્રા નીકળી હતી. બે કિલોમીટરની આ યાત્રી હરિદ્વારના ભલ્લા ગ્રાઉન્ડથી શરૂ થઇને હર કી પૌડી પર પુરી થઇ હતી. આ દરમિયાન વિશાળ સંખ્યામાં લોકો ઉમટયા હતા.

ઉલ્લેખનીય છે કે વાજપેયજીની અસ્થિયાં દેશભરની ઘણી નદીઓમાં વિસર્જિત કરવામાં આવશે જેની શરૂઆત ગંગા નદીમાં તેની અસ્થિઓનું વિસર્જન સાથે કરવામાં આવી. આ અસ્થિ કળશ યાત્રામાં સામેલ થવા માટે 200 બસમાં 15000 હજાર ભાજપના કાર્યકર્તાઓ દેહરાદૂનથી હરિદ્વાર પહોંચ્યા હતા.

You might also like