અટલજીની યાદમાં પ્રાર્થનાસભા, PM મોદીએ કહ્યું,”તેઓ જ્યાં સુધી જીવ્યાં, માત્ર દેશ માટે”

ન્યૂ દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની યાદમાં સોમવારનાં રોજ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં સર્વદળીય પ્રાર્થના સભા આયોજિત કરવામાં આવી છે. આ સભામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ભાજપા શાસિત મુખ્યમંત્રીઓ અને વિપક્ષનાં અનેક નેતાઓ પણ શામેલ છે.

સભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે,”જીવન કેટલુ લાંબુ હોય તે આપણાં હાથમાં નથી પરંતુ જીવન કેવું હોય તે તો આપણા હાથમાં છે અને અટલજીએ આ કરીને દેખાડ્યું કે જીવન કેવું હોય, કેમ હોય અને કોનાં માટે હોય અને કેવી રીતે હોય. કિશોર અવસ્થાથી લઇને જીવનનાં અંત સુધી અટલજી દેશનાં માટે અને સામાન્ય લોકોનાં સપનાઓ માટે જીવ્યાં. તેઓ જ્યાં સુધી જીવ્યાં, દેશનાં માટે જ જીવ્યાં.”

તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું કે,”અટલજીએ કશ્મીર મુદ્દે દુનિયાની સામે અલગ જ દ્રષ્ટિકોણ રાખ્યો. દુનિયાનું ધ્યાન કશ્મીરમાં ફેલાયેલ આતંકવાદ તરફ ખેંચશે. જેનું પરિણામ એવું આવ્યું કે કશ્મીર ચર્ચામાંથી જ હટી ગયું અને આતંકવાદનો મુદ્દો ચર્ચામાં આવી ગયો.”

ત્યાર બાદ વરિષ્ઠ ભાજપનાં નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ સભાને સંબોધિત કરતા કહ્યું કે,”મેં ક્યારેય કલ્પના પણ નથી કરી કે હું અટલજીની શોકસભાને સંબોધિત કરીશ. મેં ક્યારેય એવું વિચાર્યું પણ ન હોતું કે મારે આવી સભાને સંબોધિત કરવી પડશે કે જેમાં અટલજી અનુપસ્થિત રહેશે.”

તેઓએ વધુમાં એમ જણાવ્યું કે,”મેં જ્યારે મારા જીવનનું પુસ્તક લખ્યું તો તેમાં અટલજીનો ઉલ્લેખ પણ હતો પરંતુ જ્યારે તેનાં લોન્ચિંગમાં અટલજી નહીં આવ્યાં તો મને ભારે દુઃખ થયું હતું. આજે તેઓ પોતે સ્વયં જ ઉપસ્થિત નથી.

જેમાં અટલજીને જાણવાવાળા તો અહીં વિપક્ષનાં કેટલાંક નેતાઓ પણ હાજર રહ્યાં છે કે જેનો મને ઘણો આનંદ છે. પરંતુ PM મોદીએ જે રીતે અટલજીનું વર્ણન કર્યું, તેવી અનેક વાતો હજી ઘણાં બધાં લોકો કરી શકે છે. હું ભાગ્યશાળી છું કે મારી મિત્રતા 65 વર્ષ સુધી અટલજી સાથે રહી. આ દરમ્યાન મારે તેમની સાથેનાં અનેક અનુભવો થયાં.”

આ મોકા પર કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, યોગ ગુરૂ રામદેવ અને જમ્મુ-કશ્મીરનાં પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા, પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીને યાદ કરવા પહોંચ્યાં. આ ઉપરાંત વાજપેયીની દત્તક પુત્રી નમિતા ભટ્ટાચાર્ય પણ સભામાં હાજર રહ્યાં હતાં.

You might also like