પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત ગંભીર, ઉપરાષ્ટ્રપતિએ લીધી મુલાકાત

લાંબા સમયથી એઇમ્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયની તબિયત નાજુક થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ વાજપેયીજીને છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

બુધવારે એઇમ્સના નિદેશકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાજપેયીની તબિતય અંગે જાણકારી આપી હતી ત્યારબાદ પીએમ મોદી અટલ બિહારી વાજપેયીના ખબર અંતર પુછવા એમ્સ પહોંચ્યા હતા. અટલ બિહારી વાજપેયીની તબિયત બુધવારથી નાજુક બતાવામાં આવી રહી છે.

એમ્સના નિદેશક ડો. રણદીપ ગુલેરિયા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા અને તેમની તબિયતને લઇને જાણકારી આપી હતી. જો કે આજે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ વાજપેયીની તબિયતની જાણકારી લેવા એમ્સ પહોંચ્યા હતા.

આ અગાઉ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહ, અશ્વિની ચૌબે, હર્ષવર્ધન અને શાહનવાઝ હુસૈને પણ મોડી રાત્રે એમ્સની મુલાકાત લીધી હતી. આમ છેલ્લા 24 કલાકથી અટલ બિહારી વાજપેયીની તબિયત નાજુક ચાલી રહી છે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં છે.

You might also like