…તો મારે બિગ બી સામે રેખાને ચૂંટણીમાં ઉતારવી પડતઃ વાજપેયી

મુંબઇ: ૧૯૮૭ની વાત છે જ્યારે બોફોર્સકાંડમાં અમિતાભ બચ્ચનનું નામ જોડાયું હતું. નામ જોડાયા બાદ અમિતાભે સાંસદપદેથી રાજીનામું આપી દીધું હતું. આ મુદ્દા પર અટલજીએ એક ઇન્ટરવ્યૂમાં અમિતાભ પર મજાક કરી હતી.

પત્રકારે અટલજીને પૂછયું કે અમિતાભ બચ્ચને સાંસદપદેથી રાજીનામું આપી દીધું. શું તમે માનો છો કે બોફોર્સકાંડમાં તેમનો કોઇ હાથ છે? જવાબમાં અટલબિહારી વાજપેયીએ કહ્યું હતું કે વડા પ્રધાન રાજીવ ગાંધીને બચાવવા માટે અમિતાભે રાજીનામું આપી દીધું છે. તેમણેે રાજકારણમાં આવવાની જરૂર જ નહોતી.

અટલજીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે અમિતાભના મોટા ભાઈ અજિતાભ પોતાનો બિઝનેસ છોડીને અચાનક‌ સ્વિટ્ઝર્લેન્ડ કેમ ચાલ્યા ગયા. તેમનાં બાળકો મોંઘી સ્કૂલમાં ભણી રહ્યાં છે. તેમની ફી ક્યાંથી અપાય છે? ૧૯૮૪માં લોકસભા ચૂંટણીમાં અલ્હાબાદ સંસદીય સીટથી અમિતાભે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન હેમવંતીનંદન બહુગુણાને હરાવ્યા હતા.

વાજપેયીજીએ આ ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે જો તેઓ આ ચૂંટણીમાં દિલ્હીથી ઊભા હોત તો તેમની વિરુદ્ધ અમિતાભ બચ્ચનને કોંગ્રેસ ઉતારત, પરંતુ અભિનેતાઓની પ્ર‌િસદ્ધિનો મુકાબલો તેઓ ન કરી શકેત. તેથી બિગ બી વિરુદ્ધ હું રેખાને ચૂંટણીમાં ઉતારેત.

You might also like