પાછલી વયે મગજ સારું રાખવું હોય તો યુવાનીમાં વજન કંટ્રોલમાં રાખો

જો તમારે પાછળની ઉંમરે મગજને શાર્પ રાખવું હોય તો યુવાનીમાં તમારા શરીરમાં ચરબીનો ભરાવો ન થાય તેનું ધ્યાન રાખો. જે લોકોનો બીએમઅાઈ નોર્મલ કરતા વધુ હોય તેમના મગજ પર ચરબીની માઠી અસર પડે છે. તેને લીધે પાછળની ઉંમરે શરીરની હલનચલન તેમજ તર્ક શક્તિ સાથે સંકળાયેલી મગજની ક્ષમતાઓ નબળી પડે છે. સંશોધકોએ ૧૨૫૦૦ લોકો પર ૧૨ વર્ષ સુધી અલગ અલગ પ્રકારે અભ્યાસ કર્યો. તેમાં સાબિત થયું હતું કે જે વ્યક્તિનું વજન સતત ચાર વર્ષ વધતુ રહ્યું હોય તેના મગજના વાઈટલ અવયવોની ક્ષમતા નબળી પડે છે.

You might also like